યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખે તેના ટ્રસ્ટ દ્વારા વિદેશમાંથી 4 વર્ષમાં વર્ષમાં રૂા.10 કરોડનો હવાલા કારોબારીઓ મારફતે ધર્માંતરણની પ્રવૃત્તિમાં કર્યો હોવાનું બહાર આવતાં યુપી એટીએસ દ્વારા ઉંડી તપાસ ચાલી રહી છે, તપાસમાં યુપી એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી નબીપુરના એનઆરઆઇ અબ્દુલ ફેફરાવાળાના મકાનમાં ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. અબ્દુલ ફેફરાવાળા હાવ યુકે હોવાથી તેમના બંધ મકાનને સગાની મદદથી પોલીસે ખાોલ્યા બાદ સર્ચ કરીને આર્થીક વ્યવહારોને લગતાં મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.શહેરના સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ વડોદરામાં અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતો હતો. એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું કે, યુપીના ચકચારી ધર્માંતરણ કેસમાં ઉમર ગૌતમને ફંડિંગ કરનારો સલાઉદ્દીન શેખ તેની સંસ્થા એએફએમઆઇ દ્વારા 4 વર્ષની અંદર સલાઉદ્દીનની સંસ્થા દ્વારા ઉમર ગૌતમની સંસ્થા ઇસ્લામિક દાવાહ સેન્ટર અને ફાતિમા ચેરિટેબલ ટ્રસ્ટને 10 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું હતું. મોટાભાગે અમેરિકી અને યુકેનાં સંગઠનો તરફથી ફંડ મોકલાયું હતું. જેમાં યુકેના ઝુલેખા જીંગા ફાઉન્ડેશન, મજીલીસ અલ ફાતહ ટ્રસ્ટ, ફિરદૌસ ફાઉન્ડેશન, ઇખાર વિલેશ વેલ્ફેર ટ્રસ્ટ અને નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ અને ગુજરાતી મુસ્લિમ એસોસિયેશન ઓફ અમેરિકાનો સમાવેશ થાય છે.યુપી પોલીસે સલાઉદ્દીનને બે તબક્કામાં 9 દિવસના રિમાન્ડ મેળવી આર્થીક વ્યવહારોની તપાસ કરી હતી. સલાઉદ્દીનની સાથે નિકટ રહેલા નબીપુરના એનઆરઆઇ અબ્દુલ ફેફરાવાળાની ભુમિકાને ધ્યાનમાં રાખીને યુપી એટીએસની ટીમ નબીપુર પહોંચી સ્થાનિક પોલીસને સાથે રાખી સગાની મદદથી અબ્દુલ ફેફરાવાળાના મકાનની તપાસ કરી હતી. તપાસમાં બેંકના મહત્વના આર્થીક વ્યવહારોના દસ્તાવેજો મળ્યા હતા. અબ્દુલ ફેફરાવાળા હાલ યુકે હોવાથી તે પોલીસને મળી શકયા ન હતા. પોલીસે ચારથી પાંચ કલાક સુધી મકાનને ફંફોસી તેમના સગા મિત્રોની પુછપરછ કરી હતી.સલાઉદ્દીનની સંસ્થા સાથે થયેલા અઢી કરોડના હવાલાના મુદ્દે ભરુચ અને નબીપુરમાં રહેલા સલાઉદ્દીનના નિકટના વ્યકતીઓ સામે તપાસ ચાલી રહી છે તે પ્રકરણમાં અબ્દુલ ફેફરાવાળાની સંડોવણી અંગે પણ તપાસ કરાઇ રહી છે. ભુતકાળમાં નબીપુર, પાલેજ હવાલા પ્રવૃત્તી માટે જાણીતું હતું તેને ધ્યાનમાં રાખીને તપાસ કરાઇ રહી છે. આર્થીક વ્યવહારો કરતા લોકો સામે તપાસ કરાઇ રહી હોવાનું એટીએસના સુત્રોએ કહ્યું હતું.પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે સલાઉદ્દીનનું પ્રકરણ બહાર આવ્યા બાદ 1 પખવાડીયાથી યુપી એટીએસ અને ગુજરાત પોલીસ સમગ્ર મામલામાં સંડોવાયેલા અને હવાલા પ્રવૃત્તી કરતા તત્વો સામે તપાસ કરી રહી છે. ખાસ કરીને હવાલા પ્રવૃત્તી કરતા આંગડીયા પેઢી અને મની ટ્રાન્સફરની સંસ્થાઓ સામે પોલીસ તપાસ કરી રહી છે.
નબીપુરના NRIના બંધ મકાનમાં યુપી ATSનું સર્ચ; ઘર બંધ હોવાથી સગાની મદદથી પોલીસે મહત્વના દસ્તાવેજો કબજે કર્યા
Views: 74
Read Time:4 Minute, 14 Second