એશિયાડ નગરમાં પ્રિ-મોન્સુન કામગીરી ન થતાં ચોમાસામાં પૂર આવે તેવી ભીતિ
અંકલેશ્વર એશિયાડ નગર માં પુનઃ પૂર આવશે. તેવી સ્થિતિ ઉદ્ભવી છે. છેલ્લા 4-4 વર્ષ ઉપરાંત થી ચોમાસા દરમિયાન એશિયાડ નગર સર્વોદય નગર વિસ્તારના 20 થી વધુ સોસાયટી માં ચોમાસા દરમિયાન આમલાખાડી ના પૂર ના પાણી પ્રવેશી જતા તારાજી સર્જી રહ્યા છે તો લોકો માટે 2 થી 3 દિવસ સુધી સતત પાણીમાં પસાર કરવા પડે છે એટલુ જ નહિ પ્રતિ વર્ષ ચોમાસા દરમિયાન 3 થી વધુ વખત આ સ્થિતિ સર્જાય છે.છતાં પાલિકા દ્વારા ચાલુ વર્ષે પણ વરસાદી કાંસ ની સફાઈ ના કરતા પુનઃ પૂરનો ખતરો તોળાઇ રહ્યો છે.
અંકલેશ્વર ના સર્વોદય થી એશિયાડ નગર સોસાયટી પાછળ ના વરસાદી કાંસ ની સફાઈ ના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ખુલ્લી કાંસમાં કચરાના ઢગલા અને જળકુંભી નો ભરાવો થયો છે. દિવ્ય ભાસ્કર ને મળેલી ફરિયાદ આધારે સ્થળ પર જય રિયાલિટી ચેક કરતા આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સર્વોદય નગર થી પસાર થતી આ વરસાદી પાણી ધરેર હાંસોટ રોડ પર અડી જે જાય છે. જેમાં કોઈજ સફાઈ કામગીરી જોવા મળી નથી એટલુંજ નહિ સર્વોદય નગર અને આજુબાજુ ની નાની વરસાદી કાંસ પણ સાફ કરવામાં આવી નથી. એક તરફ પાલિકાના 100 % પ્રિ મોન્સૂન કામગીરી થઇ હોવાનું કહેવું છે.