ભરૂચ- અંકલેશ્વર સિટી બસ સેવા માં અંકલેશ્વર મુસાફરો સૌથી વધુ લાભ લીધો છે. દિવસ ભરૂચ-અંકલેશ્વર મળી 40 ટ્રીપ નું સંચાલક હાલ કરવામાં આવી રહ્યું છે. એવરેજ 50 મુસાફરો મીનીબસ એક ટ્રીપ આવાગમન થઇ રહ્યું છે. અંકલેશ્વરમાં એસ ટી નિગમ ને બહોળો પ્રતિસાદ મળ્યો છે. ભરૂચ માં હજી પ્રતિસાદ ઓછો જોવા મળી રહ્યો છે. બસ ના 30 કિમી એક ટ્રીપ માં અંદાજે 6 લીટર વપરાતું ડીઝલ સામે આવક વધી છે. નિગમ અને મુસાફરો બંને માટે સીટી સેવા ફાયદા રૂપ બની છે. મુસાફરો દ્વારા નવા પીકઅપ પોઇન્ટ વધારવા માંગ કરી કરી છે. તો રોજના અંદાજે 1800 થી 2000 મુસાફરો સીટી બસ સેવા નો લાભ લઇ રહ્યા છે.ભરૂચ અંકલેશ્વર વચ્ચે શુક્રવાર થી શરુ થયેલ સીટી બસ સેવા છેલ્લા 3 દિવસમાં અંકલેશ્વર ડેપો તરફ થી ભરૂચ તરફ જતા સી ટી બસ સેવા સૌથી વધુ લાભ લીધો છે. જયારે ભરૂચ થી અંકલેશ્વર તરફ હજી પણ ઓછા મુસાફરો લઇ રહ્યા છે . અંકલેશ્વર ડેપો માંથી 10 અપ અને 10 ડાઉન ટ્રીપ મળી કુલ 20 ટ્રીપ રોજની થાય છે. જેની આવક સામે હાલ નિગમ ઇકોનોમી રીતે 9.30 રૂપિયા અંદાજે પર કીમી ખર્ચ પડી રહ્યો છે જેની સામે ભરૂચ થી મુસાફરો ઓછા હોવાથી 40 ટ્રીપ આવાગમન ની સામે પર કિ મી હાલ 14 રૂપિયા ખર્ચ ભરૂચ ડેપો ને અંદાજે આવી રહ્યો છે. 3 દિવસ માં અંકલેશ્વર ડેપો ની કુલ 60 ટ્રીપ થઇ છે. જેમાં ડેપો ને અંદાજે 12.500 ઉપરાંત ની આવક થઇ છે.અંદાજે બંને ડેપો નું સંચાલક મળી કુલ 40 ટ્રીપ ચાલી રહી છે. જેમાં એક મીની બસ માં એવરેજ 25 થી 26 મુસાફરો આવી રહ્યા છે. જે જોતા રોજના 1800 થી 2000 મુસાફરો સીટી બસ સેવા નો લાભ લઇ રહ્યા છે. જ્યાં નિગમ ને હાઇવે પ 85 રૂપિયા ટોલ ની બચત સાથે ડીઝલ બચત રાજ્ય કનેક્ટિવિટી ધરાવતી બસો માં થઇ રહ્યો છે. તે તો હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે શરૂ થયેલી સીટી બસ સેવા બસ ડેપો માટે આર્થિક રીતે લાભકારી તો મુસાફરો માટે આર્થિક બચત અને સમય નો બચત થઇ રહી હોવાનું જણાવી રહ્યા છે.
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે સિટી બસ સેવાના 30 કિમીની ટ્રીપમાં 6 લિટર ડીઝલના વપરાશ સામે બમણી આવક..
Views: 74
Read Time:2 Minute, 49 Second