આજથી ત્રણ દિવસ અગાઉ ભોલાવ વિસ્તારની આકાશ ગંગા સોસાયટીમાં ભર બપોરે ચોરીનો બનાવ બન્યો હતો. બપોરે 12 વાગ્યે બનેલ આ બનાવમાં સોનાનાં દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.10.40 લાખની મત્તાની લૂંટ ચપ્પુની અણીએ કરવામાં આવી હતી. ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ એ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલા, સી ડિવિઝન ઉનડકટ તેમજ અન્ય પોલીસે આ બનાવની તપાસ કરતાં એમ જણાય આવ્યું હતું કે ફરિયાદી અવનિ ઠક્કરે જાતે જ લૂંટનું નાટક કર્યું હતું. મુંબઈમાં અવનિની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાના પગલે લૂંટનાં બનાવનો નાટક કરવાનો વિચાર આવ્યો હતો ત્યારે તેના પિતા અને ભાઈ ઘરની બહાર હતા માતા અને ભાભી રસોડામાં હતા ત્યારે અવનિએ જાતે જ ચપ્પુ વડે શરીરનાં ભાગ પર ઘા કરી ઘરેણાં અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે તપાસ કરતાં અવનિ ઠક્કરનું જ આ નાટક જણાય આવતા તેની પાસેથી સોનાનાં દાગીના તેમજ રોકડ નાણાં અને બનાવટી લૂંટમાં વપરાયેલ ચપ્પુ કબ્જે કર્યું હતું.
ભરૂચ : ભોલાવ વિસ્તારનાં આકાશ ગંગા સોસાયટી ખાતે થયેલ લૂંટનાં બનાવમાં ફરિયાદી બની આરોપી જાણો વધુ.
Views: 75
Read Time:1 Minute, 26 Second