મૂળ આસામની અને હાલ ભરૂચ શહેરમાં રહેતી મહિલા ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ સહયોગ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ફરજ દરમિયાન હોસ્પિટલના ડોકટર જય ચૌહાણ અવાર નવાર તેણીની છેડતી કરતો હતો.તબીબ જય ચૌહાણ નશો કરીને ગાડી ચલાવવા બાબતે જેલની હવા ખાઈ ચુક્યોગત તારીખ-15મી જાન્યુઆરીના રોજ મહિલા નર્સ ફરજ પરથી પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન તેણીને મૂકી જવાના બહાને ડોકટરે તેને કારમાં બેસાડી બિભત્સ માંગ કરી તેણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જે બાદ મહિલાનું ઘર આવી જતા તે કારમાંથી ઉતરી પડી હતી. જે બાદ ડોકટર મહિલાને છેડછાડી કરતા તેણીએ હોસ્પિટલમાંથી રાજીનામું આપી દીધું હતું. અને પોતાના બાકી નીકળતા પગારના 19 હજાર રૂપિયા લેવા ગઈ હતી. તે સમયે ડોકટરે તેની સાથે ગેરવર્તન કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ અંગે મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકે ડોકટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ આ તબીબ જય ચૌહાણ નશો કરીને ગાડી ચલાવવા બાબતે જેલની હવા ખાઈ ચુક્યો છે.
દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ સહયોગ હોસ્પિટલના લંપટ ડોકટરે નર્સની છેડતી કરી પગાર નહીં આપી ગેરવર્તન કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ..
Views: 74
Read Time:1 Minute, 31 Second