ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રેલ્વે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે. ખાસ કરી ઔધોગિક એકમો અને ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો છાશવારે સામે આવ્યા હતા. જે બાદ આજે વધુ એક આગની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે. અંકલેશ્વર શહેરમાં આવેલ રેલ્વે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલા કચરામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં મિનિ ફાયર ટેન્ડરની મદદથી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, ત્યારે આગ કાબૂમાં આવી જતાં આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
અંકલેશ્વરમાં રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે અફરાતફરી મચી; ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો
Views: 34
Read Time:1 Minute, 26 Second