આમોદ તાલુકાના ઇખર ગામે જયંતિ કાભય વસાવા આદિજાતિ મોરચાના તાલુકા પ્રમુખ હોય ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કર્યો હતો. જેથી જિલ્લા પંચાયત ઇખર બેઠક પર જ્યોત્સના વસાવા હારી ગયા હતા. જેથી જયંતિભાઇ સાથે ચૂંટણીની તેમજ વસંતે કરેલી અરજીની રીસ રાખી જયંતિ તથા દિલીપ હિંમત વસાવા તથા સુહેલ પઠાણને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉસ્માન મીંડી તેમજ તેમનો છોકરો મુબારક સહિત ઝાકીર મરઝા, ઈરફાન સોપારિયા, ઈરફાન મરઝા, મકબુલ ઉસ્માન પીર બધાએ એક સંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી બીભત્સ અને જાતિ વિષયક અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેની તપાસ ભરૂચના એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે. જ્યારે સામે પક્ષે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉસ્માન મીંડીએ પણ મારક હથિયારો સાથે પોતાની ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ આમોદના પીએસઆઇ ચલાવી રહ્યા છે.ઉસ્માન મીંડી આમોદ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ હોય કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો.સામે ભાજપના તમામ આરોપીઓ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયારો ધારણ કરી ઉસ્માન મીંડીને અપશબ્દો બોલી જયંતિ વસાવાએ બેઝબોલના દંડા વડે ડાબા પગે સપાટો માર્યો હતો. ઇકરામ પઠાણે ધારીયાથી ડાબા પગ ઉપર ધારીયાનું પુઠું માર્યું હતું. તેમજ સુહેલ પઠાણ, અક્ષય વસાવા, ટીનો વસાવા તેમજ ઇનાયત વસાવાએ ઢીકાપાટુનો માર માર્યો હતો.
Next Post
ભરૂચ જિલ્લામાં 2015થી અત્યાર સુધી 1.98 લાખ ફરિયાદ, રેસ્ક્યુવાનનેે 4151 કોલ મળ્યા..
Tue Mar 9 , 2021
ગુજરાતમાં મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈનની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ , રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે […]