0
0
Read Time:59 Second
મંગળવારે સાંજના ૬ વાગ્યાના અરસામાં એક આઇસર ટેમ્પો નંબર GJ 01 FT 1347 ઘાસચારો ભરી કવીથા ચોકડી તરફથી આવી ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ભરૂચ થી કિર્તી સ્થંભ જતી ST બસ નંબર GJ 18 Z 9197 મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીક ના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તેની સાથે અથડાઈ ગયો હતો. જેને કારણે ST બસના આગળના ભાગે નુકશાન થવા પામ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી અને બસના તમામ મુસાફરોનો આબક્ષ બચાવ થયો છે. ટેમ્પોનો ચાલક અકસ્માતને પગલે ટેમ્પો ઘટના સ્થળે મૂકી પલાયન થઈ ગયો છે. અકસ્માતની જાણ થતા નબીપુર પોલીસ સ્ટેશન માંથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો.