નર્મદા નાં ડેડીયાપાડા હાઇવે ઉપર 17 એપ્રિલ 22 ના રોજ લૂંટનો બનાવ બન્યો હતો અને ફરિયાદી અક્ષય દેસાઈ એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવ્યા મુજબ તેઓ કપાસ ભરેલો ટેમ્પો લઈને નીકળ્યા હતા ત્યારે અક્કલકુવા પહોંચતા તેઓને બાઇક સવારોએ આંતરી અને તેમની પાસે જે પાકીટમાં રોકડા રૃપિયા 4 હજાર, અને અન્ય 1.50 લાખ રૂપિયા સાથે 40 હજાર રૂપિયાની કિંમતની એક તોલા સોનાની ચેન મળી કુલ એક લાખ98 હજાર રૂપિયાની લૂંટનો ગુનો નોંધાયો હતો.પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબે ની સૂચનાથી ડીવાયએસપી એસ.જે.મોદીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.એસ વસાવા અને તેમની ટીમ દ્વારા તાપસ કરતા ફરિયાદી એ દર્શાવેલ આરોપી ઓના વર્ણન પ્રમાણે ડેડીયાપાડા પાસે લૂંટનો પ્લાન ટેમ્પો ચાલક ઇસ્તિયાક અલી મકરાણી હોવાનું ફળીભૂત થતાં ટેમ્પો ચાલકની શંકાસ્પદ હરકત અને પોલીસ દ્વારા કડકાઈથી તેની પૂછપરછ કરતાં ટેમ્પો ચાલકે ગુનો કબૂલ્યો હતો. અને તેને અન્ય ચાર સાથીઓ પણ તેની સાથે હોવાનું કબુલ કરતા બાઇક લઈને આવેલ મોયુદિન મકરાણી તેમજ બીજા મિત્રો સાજીદ મકરાણી અબ્દુલ રહેમાન મકરાણી જેઓ તમામ રાજમોવી ગામના છે.તેઓને નર્મદા પોલીસે પકડી અને આ લૂંટના ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓની અટક કરી છે. સાથે જ પોલીસે રૂપિયા એક લાખ પચાસ હજાર રોકડા તથા સોનાની ચેન અને બે મોબાઇલ ફોન પણ રિકવર કર્યા છે. તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુનામાં વપરાયેલા હથિયાર તેમજ બાઇક હજી પણ કબજે કરવાનું બાકી હોવાનું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ જણાવ્યું હતું
ડેડિયાપાડા લૂંટનો ફરિયાદી જ આરોપી, મિત્રો સાથે લૂંટ કરી
Views: 85
Read Time:2 Minute, 21 Second