ડેડિયાપાડાના કાબરીપઠાર ગામેથી સિંગલ બેરલની ત્રણ બંદૂક ઝડપાઈ

નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તરફથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કાબરીપઠાર ગામની સીમમાં કેટલાક ઈસમો જંગલમાં શિકાર કરવા ગેરકાયદેસર સીંગલ બેરલ મઝલ લોડેડ 3 બંદૂક અને એક બાઈક ઝડપી પાડી છે.ડીવાયએસપી એસ.જે મોદી એ જણાવ્યું હતું કે નર્મદા એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઇ. રવિન્દ્રભાઇ ઇશ્વરભાઇને બાતમી મળી હતી જેથી ડેડીયાપાડા ના ગાજર ગોટા પાસે કેટલાક લોકો શિકાર કરી પરત ફરી રહ્યા છે, જેના આધારે SOGની ટીમે ગાજરગોટા ગામ પાસે નાકાબંધી કરી ચેકીંગ કરતા જંગલમાંથી શિકાર કરી આવતા પાંચ શખ્શો પોલીસને જોઈ તેમની પાસેના હથિયાર અને એક બાઈક ફેંકો ભાગી ગયા.જોકે SOG નર્મદા ની ટીમે તપાસ કરતા આ બંદૂક અને બાઈક ફેંકીને જનાર ગાજરગોટા ના અરવીંદ જયંતી વસાવા, દિલીપ નારસીંગ વસાવા, ધિરજ ગણપત વસાવા તથા બીજા બે ઇસમોના કબ્જામાથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની ત્રણ હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો લઇ ને જતા હતા. જે પોલીસ ટીમને મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આમર્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વાલિયા ગામના ચાર રસ્તા પાસેથી 20 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ, કુલ રૂ. 14 લાખના મુદ્દામાલ સહિત 2 ઈસમો ઝબ્બે

Wed Apr 13 , 2022
વાલિયા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ગામના ચાર રસ્તા પાસેથી ભેંસો ભરેલી ટ્રક પકડી પાડી 20 પશુઓને મુક્ત કરાવ્યા હતા. ઉપરાંત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.વાલિયા પોલીસ મથકનો સ્ટાફ ગઈકાલે સોમવારે રાતે ગામના ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન ટ્રક નંબર-જી.જે.24.વી.4682 આવતાં પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકની તપાસ […]

You May Like

Breaking News