ધોરણ 12 HSC બોર્ડનું પરિણામ જાહેર થતાં ભરૂચની મહમદપુરા ખાતે આવેલ અંજુમન તાલીમ હાઇસ્કૂલની વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી શાળાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. રાજ્યમાં ધોરણ 12નું પરિણામ જાહેર થયુ છે. ત્યારે વિદ્યાર્થીઓની મહેનતનું ખૂબ જ સારુ પરિણામ મળ્યું છે. રાજ્યમાં ફરી એકવાર દીકરીઓએ ડંકો વગાડ્યો છે. ભરૂચ શહેરના મહંમદપુરા વિસ્તારમાં આવેલ અંજુમને તાલીમ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓએ નોંધપાત્ર પરિણામ મેળવ્યું છે. આ શાળાની કુલ 98 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી જે પૈકીની 96 વિદ્યાર્થિનીઓ ઉતીર્ણ થઈ છે અને એટલા માટે જ શાળાનું 97.96 ટકા પરિણામ આવ્યું છે. આ શાળાની સાલેહ સાજીયાએ 94.43 ટકા, કાપડિયા આલિયાએ 93.29 ટકા જ્યારે દીવાન જાસ્મિને 92.29 ટકા ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન થકી શાળાનું તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.
ભરૂચ: અંજુમને તાલીમ હાઇસ્કૂલનું 97.96 ટકા પરિણામ આવ્યું, વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
Views: 49
Read Time:1 Minute, 19 Second