અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે વકફ બોર્ડ મંજુરીનો બનાવટી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટની રજિસ્ટ્રાર અધિકારી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે કચેરીમાં ખોટા પત્ર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ખોટા પત્ર ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવી નોંધણી કરનાર મૌલાનાની પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરી કચેરીના અધિકારી પ્રકાશ ભીખુભાઇ પટેલ દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જીતાલી ગામની નવી મસ્જિદના વહીવટકર્તા મૌલાના સલીમ સુલેમાન રાવત વિરુદ્ધ વક્ફ બોર્ડના નામે જમીન વેચાણનો ખોટો મંજૂરી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ તૈયાર કરી તેની અંકલેશ્વર સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી તે બદલ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.છેલ્લા 6 મહિનાથી ચાલી આવતા વિવાદ અંગે જાગૃત નાગરિકની ફરિયાદ આધારે વક્ફ બોર્ડ દ્વારા તપાસ શરુ કરી હતી. જેમાં આવી કોઈ મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવી નહિ હોવાનું સામે આવ્યું હતું. જેથી અંકલેશ્વર નાયબ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા તપાસ કરી વક્ફ બોર્ડમાં ખરાઈ કરતા પત્ર ખોટો હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ.વી.કે ભૂતિયા દ્વારા તપાસ શરુ કરી ગણતરીના સમયમાં જ નવી મસ્જિદના વહીવટકર્તા મૌલાના સલીમ સુલેમાન રાવતની ધરપકડ કરી હતી. મૌલાના આ પત્ર ક્યાંથી લાવ્યા અથવા કેવી રીતે બનાવ્યો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરુ કરી હતી.
જીતાલી ગામે વકફ બોર્ડ મંજૂરીનો બનવાતી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટકર્તાની પોલીસે ધરપકડ કરી
Views: 47
Read Time:2 Minute, 26 Second