સોશિયલ મીડીયા ગૃપમાં સમગ્ર આદિવાસી સમાજ તથા નોકરી કરતાં અધિકારી, કર્મચારીઓ પ્રત્યે નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા અધિકારી નિલેશ દૂબે કે જેઓ નાયબ કલેક્ટર SOU કેવડીયા કોલોનીના ઓની ઓડીયો ક્લીપ વાયરલ થયેલ હતી.જેમાં નિલેશ દુબે દ્વારા ઓડિયો ક્લીપમાં નિવેદન આપેલ છે કે, શર્માજી યે આદિવાસી લોગ હૈ, પહેલે ખાને કો નહિ મિલતા થા, બહાર ચડ્ડી પહેનકે બેઠતે થે, નોકરી લગ ગઈ તો પેન્ટ શર્ટ પહેનને લગે, જંગલ મેં જડી બુટ્ટી ખાને વાલે લોગ હૈ, ઈનકો તેહજીબ નહીં હોતા હૈ… જેવું અતિ નિમ્ન કક્ષાનું આદિવાસી સમાજ વિરોધી નિવેદન આપી સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરેલ છે. જેના કારણે આદિવાસી સમાજના લોકો તથા તમામ આદિવાસી કર્મચારીઓમાં રોષ જોવા મળેલ છે.જેથી ઓડીયો ક્લીપની તપાસ કરી નિલેશ દુબે, ડે. કલેક્ટર કેવડિયા કોલોનીનાઓ સામે કડક કાયદાકીય પગલા લેવામાં આવે તથા તેઓને તાત્કાલિક ફરજ મોકૂફ કરી તેઓની ધરપકડ કરવામાં આવે તેવી સમગ્ર આદિવાસી સમાજ તથા સરકારી નોકરી કરતા તમામ કર્મચારીઓ દ્વારા કલેકટરને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
SOU ડે. કલેક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આવેદન
Views: 80
Read Time:1 Minute, 37 Second