ભરૂચ : ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આગ બાદ બ્લાસ્ટમાં 4 કામદારો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચનાં ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારના સમયે અચાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી, ઘટનામાં ચાર જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જતા તમામને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.રીએક્ટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાના કારણે કામદારો દાઝી ગયા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે હાલ સુધી કંપની સત્તાધીશો તરફથી દુર્ઘટના અંગેનાં કારણો બાબતે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. મહત્વનું છે કે ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ અનેક કંપનીઓમાં અવારનવાર આ પ્રકારના અકસ્માતનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જેમાં કામદારોનાં જીવનું જોખમ ઉભું થાય છે.હાલ તો તમામ ઘાયલ કામદારોને સારવાર અર્થે ખસેડી ફેકટરી ઇન્સ્પેકટર સહિત ઝઘડીયા પોલીસે મામલા અંગે વધુ તપાસ હાથધરી છે અને કંપનીમાં સમગ્ર ઘટના કઈ રીતે સર્જાઈ છે તે તમામ દિશામાં તપાસનાં ધમધમાટ શરૂ કર્યા છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ : હજરત ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠી શરીફની સાંસરોદ દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી..

Fri Feb 19 , 2021
રાજસ્થાનનાં અજમેર સ્થિત સુપ્રસિદ્ધ સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની પાલેજ નજીક આવેલા સાંસરોદ સ્થિત દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફ ખાતે ફાતેહા તેમજ દુરુદ શરીફનો કાર્યક્રમ પણ યોજાયો હતો.ત્યારબાદ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી. […]

You May Like

Breaking News