ઝગડીયા ની હિન્દુસ્તાન સ્પેશ્યાલિસ્ટ કેમિકલ્સ લિમિટેડ માંથી કોમ્પ્યુટર સીપીયુ જપ્ત કર્યું હતું. અંકલેશ્વર ભડકોદ્રા ગામ ખાતે ઘર માં પણ તપાસ કરી પુનઃ અમદાવાદ જવા રવાના થઇ હતી.
આઈ.એસ.આઈ. ના હેન્ડલર માટે જાસૂસી કરી કરતા મૂળ બિહાર નો ઈસમ અંકલેશ્વર રહી ઝઘડીયા જીઆઇડીસી માં આવેલ હિન્દુસ્તાન સ્પેશ્યાલિસ્ટ કેમિકલ્સ લિમિટેડ જનરલ મેનેજર તરીકે નોકરી રહ્યો હતો. જે પ્રવિણ કુમાર મિશ્રા ને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ના ઓપરેટીવ દ્વારા દોરી સંચાર કરી ભારતની આંતરિક સુરક્ષા ને તોડવા ભારત દેશના સુરક્ષા દળો તેમજ ભારતીય સુરક્ષા દળો સાથે સંકરાયેલ ભારત ની મિસાઈલ સિસ્ટમ અને તેના પાર્ટસ ના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ની અંત્યત ગોપનીય માહિતી પહોંચાડી હતી. જે પ્રવીણ કુમાર મિશ્રા ને 3 દિવસ પૂર્વે એક મહિના ની વોચ બાદ સી.આઈ.ડી. ક્રાઇમ ટીમે ઝગડીયા ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને કોર્ટ માં રજૂ કરતા 14 દિવસ ના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન પોલીસે પ્રથમ આજરોજ ઝઘડીયા ખાતે આવેલ હિન્દુસ્તાન સ્પેશ્યાલિસ્ટ કેમિકલ્સ લિમિટેડ માં સર્ચ કર્યું હતું જ્યાં કંપની નું જે કમ્પ્યુટર ઉપયોગ કરતો હતો તેના સીપીયુ ને સીઝ કરી સાથે સ્થળ પંચકેશ કરી ટીમ લઇ આવી હતી. સાથે જ અંકલેશ્વર ખાતે રાગીણી ચોક ભડકોદ્રા ખાતે આવેલ પટેલ પાર્ક માં તેના રૂમ પર પણ તપાસ કરી હતી. જ્યાં અર્ધા કલાક સુધી સર્ચ કર્યા બાદ ટીમ પ્રવિણ કુમાર મિશ્રા ને લઇ અમદાવાદ રવાના થઇ હતી જ્યારે પ્રાથમિક તેમના ઘર માં સર્ચ માંથી પોલીસે કોઈ સામાન જપ્ત કર્યો ના હતો. પોલીસ ક્યાં ક્યાં અધિકારી જોડે તે સંર્પકમાં હતો તેની હવે તપાસ શરુ કરી છે.