ભરૂચની નર્મદા ચોકડી જી.એન.એફ.સી.કોકો સી.એન.જી ગેસ પંપ ખાતે પટેલની વાડીના માલિકનો દીકરો હોવાની કહી ગઠીયો ૮૦ હજાર રૂપિયાના બે બંડલ લઇ ફરાર થઇ ગયો હતો. ભરૂચની જૂની મામલતદાર કચેરી સામેં શ્રી રામ નગરમાં રહેતા નીરવ મહેશ પરમાર ભરૂચની નર્મદા ચોકડી જી.એન.એફ.સી.કોકો સી.એન.જી ગેસ પંપ ઉપર ઇન્ચાર્જ મેનેજર તરીકે નોકરી કરે છે.જેઓ ગત તારીખ-૪ એપ્રિલના રોજ સી.એન.જી.પંપ ખાતે હાજર હતા તે દરમિયાન એક ઇસમ ત્યાં આવી પોતે પટેલની વાડીના માલિકના દીકરા જય પટેલની ઓળખ આપી તમામ કર્મીઓને લસ્સી પીવડાવી ઇન્ચાર્જ મેનેજર નીરવ પરમારને વાતોમાં ભોળવી પોતાની પાસે છુટા બે લાખ છે અને તેને પાનસોની દરની નોટો જોઈતી હોવાનું જણાવ્યું હતું.જેને કર્મચારીએ બે બંડલ મળી કુલ ૧૬૦ નોટો ૮૦ હજાર રૂપિયા આપ્યા હતા જે બાદ તેણે રૂપિયા પોતાના પાસે નથી પટેલની વાડી ખાતેથી આપવાનું કહેતા અન્ય કર્મીને પંપ ઉપરથી લઇ ગયો હતો અને તેને પટેલની વાડીના મેનેજર પાસેથી લઇ લેવાનું કહ્યું હતું જેવો કર્મચારી રૂપિયા લેવા જતા ઠગ ત્યાંથી ૮૦ હજાર રૂપિયા લઈને ફરાર થઇ ગયો હતો.જે બાદ નીરવ પરમારના મિત્રએ છુટા આપવાના બહાને છેતરપીંડી કરતા ઈસમને સુરત પોલીસે ઝડપી પાડ્યો હોવાનો વિડીયો બતાવતા તેને આ ઠગ આ જ હોવાનું માલુમ પાડવા સાથે તેનું નામ અહેમદ રઝા ઉર્ફે અયાન ઝોલ યકીન તૈલી જાણવા મળતા તેણે સી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચમાં ગઠિયાએ પેટ્રોલ પંપના કર્મચારી સાથે 80 હજારની છેતરપિંડી કરી
Views: 101
Read Time:2 Minute, 4 Second