ભરૂચના અંજુમ પાર્ક વિસ્તારમાં દેહ વ્યાપાર કરાવી કુટણખાનું ચલાવતી મહિલા સહિત અન્ય એકને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસ ઇન્સ્પેકટર વી.યુ.ગડરીયા ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકનાઓની ઉપરોકત સુચનાઓ તથા માર્ગદર્શન આધારે સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભરૂચ શહેર એ ડીવી.પોલીસ મથક ખાતે અનામી અરજદારે કરેલ લોકલ અરજી નં. ૪૨૭/૨૦૨૪ માં જણાવેલ હોય કે ભરૂચના નંદેલાવ ગામની અંજુમન પાર્કના મકાન નં.એ/૫ માં રહેતી મહિલા બહારની યુવતિઓને બોલાવી દેહવેપાર કરી કુટણખાનુ ચલાવે છે. જે હકીકત ખરાઇ કરાવતા અરજીમાં મકાન નં.એ/૫ કુટણખાનુ ચાલતુ હોવાનુ જણાવેલ પરંતુ અર્જુમપાર્ક મ.નં.-એ/૪માં રહેતી નાજેરાબેન પઠાણનાની પોતાના ઘરે બહારથી લલનાઓને બોલાવી હાલમાં કુટણખાનું ચલાવતી હોવાની ખરાઇ કરાવી માહીતિ મળી હતી.
જે આધારે રેઇડ કરતા મ.નં.એ/૦૪ અંજુમપાર્ક ખાતે કુટણખાનુ ચાલતુ હોવાનું જણાય આવતા દેહ વ્યાપાર સાથે સંકડાયેલ બે યુવતીઓ તથા આ કુટણખાનુ ચલાવનાર (૧) નાજેરાબેન અનિશભાઈ ઇબ્રાહિમભાઇ પઠાણ ઉ.વ.-૬૦ રહે.એ/૦૪ અંજુમપાર્ક સોસા. નંદેલાવ ગામ તા.જી.ભરૂચ તથા આરોપી (૨) સલીમ અનીશભાઇ પઠાણ ઉ.વ.-૪૦ રહે.એ/૦૪ અંજુમપાર્ક સોસા. નંદેલાવ ગામ તા.જી.ભરૂચનાઓ હાજર મળી આવતા જરૂરી પુરાવા એકત્ર કરી કુટણખાનુ ચલાવનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેઓ વિરૂધ્ધ ભરૂચ શહેર એ ડીવી.પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં.- ૦૪૦૮ /૨૦૨૪ ઇમોરલ ટ્રાફકિંગ એકટ ૧૯૫૬ ની કલમ ૩, ૪, ૫, ૭, મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા બે હજાર તેમજ મોબાઇલ નંગ બે કિંમત રૂપિયા ૧૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૭,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.