ભરૂચ: જિલ્લાના મતદાતા નાગરિકો માટે સોનેરી તક ! મત આપો અને મુવી ટીકીટના દર પર પુરા ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મેળવો

Views: 39
0 0

Read Time:2 Minute, 50 Second

ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના દિશા- નિર્દેશમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે . જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને વેપારી, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને ભરૂચ અને અંકલેશ્વર મલ્ટીપ્લેક્ષ સિનેમાના માલિકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તુષાર સુમેરાએ ૭ મે ના રોજ યોજાનાર મતદાનમાં મહત્તમ મતદારો સહભાગી થાય તે માટે વિવિધ એસોસિયએશનો દ્વારા ગ્રાહકોને ખરીદી પર ડિસ્કાઉન્ટ આપે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. ભરૂચ જિલ્લાની અનેક સંસ્થાઓ પણ લોકશાહી મહા પર્વમાં પોતાનું યોગદાન આપવા તત્પર બની છે. ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે સંસ્થાઓ ચૂંટણી તંત્રની ઝુંબેશમાં સહભાગી બન્યા છે. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ હેઠળ વિવિધ એસોસિએશનના પ્રમુખ, મલ્ટીપ્લેક્ષ સિનેમાના માલિકો અને પ્રતિનિધિઓએ આગામી ૭ મે ના રોજ યોજાનાર લોકસભા ચુંટણીમાં મત આપનાર લોકોને મૂવી ટીકિટ ખરીદી પર ૫૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું સર્વસંમતિથી જાહેર કર્યું હતું.

ભરૂચ જિલ્લામાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતી કેળવાય અને મતદાનની ટકાવારી વધે તે માટે ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલા મલ્ટીપ્લેક્ષમાં તારીખ ૦૭/૦૫/૨૦૨૪ અને તારીખ ૦૮/૦૫/૦૨૦૨૪ના રોજ મતદાન કર્યાનું નિશાન બતાવ્યે થી તમામને તમામ કેટેગરીની સીંટીંગ એરેન્જમેન્ટ માટે ટીકીટનાં દરમાં ૫૦ ટકા ડીસ્કાઉન્ટ મળશે. આમ લોકશાહીના કર્તવ્યપાલનનો પ્રચાર અને મતદાન વધારવાનું પ્રોત્સાહન ભરૂચ જિલ્લામાં હાથધરાયું છે. આ બેઠકમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સહિત મલ્ટીપ્લેક્સના માલિકો, વિવિધ વેપારી સોસિએશન અને એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ: ઘર કંકાસથી કંટાળી નર્મદા નદી પરના કેબલ બ્રિજ ઉપરથી નદીમાં કુદવા ગયેલી કિશોરીને ભરુચ શહેર સી.ડીવીઝન પોલીસે બચાવી માનવતા મહેકાવી છે. પોલીસે કિશોરી અને પરિવારનું કાઉન્સિલીંગ કરી તેના માતા-પિતાને સોંપી હતી.

Thu May 9 , 2024
Spread the love             ભરૂચ સી.ડીવીઝન પોલીસ મથકના ASI શૈલેષ ગોરધનભાઇ તેમના વિસ્તારમાં હાજર હતા. તે સમય દરમિયાન તેમના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, એક કિશોરી નર્મદા નદી પર આવેલા કેબલ બ્રિજ પર ડીવાઈડરની બાજુમાં નર્મદા નદી તરફ મો રાખીને બ્રીજની કીનારી ઉપરથી નર્મદા નદીમાં કુદવાનો પ્રયાસ […]
ભરૂચ: ઘર કંકાસથી કંટાળી નર્મદા નદી પરના કેબલ બ્રિજ ઉપરથી નદીમાં કુદવા ગયેલી કિશોરીને ભરુચ શહેર સી.ડીવીઝન પોલીસે બચાવી માનવતા મહેકાવી છે. પોલીસે કિશોરી અને પરિવારનું કાઉન્સિલીંગ કરી તેના માતા-પિતાને સોંપી હતી.

You May Like

Breaking News

error: Content is protected !!