ઝઘડિયાની સુએજ ગટરલાઈન વારંવાર લીકેજ થાય છે અને જાહેરમાં ગંદુ પાણી વહી રહ્યું છે. છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઝઘડિયાના ગ્રીનપાર્ક સોસાયટીમાં ગટરલાઈન જાહેરમાં મળમૂત્ર ગંદા પાણી સાથે વહી રહી છે. સ્થાનિક રહીશોએ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી સહિતનાને વારંવાર રજૂઆત બાદ પણ તેનો નિકાલ લાવવામાં અધિકારી પદાધિકારીઓ સદંતર નિષ્ફળ રહ્યા છે. આજે ગ્રીન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા નાયબ કલેકટર અને મામલતદારને આવેદન આપી આ સળગતા પ્રશ્નોનો નિકાલ લાવવા રજૂઆત કરી હતી.સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે સુલતાનપુરાની સુએજ ગટર લાઈનમાંથી ગંદુપાણી બે માસથી રોડ ઉપર વહી રહ્યું છે. જે બાબત ગ્રા.પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ કલેક્ટર કચેરી સુધી લખાણ આપી સમસ્યાનો ઉકેલ માટે પ્રયત્ન કરેલ છે, તેમ છતાં તેમના તરફથી યોગ્ય કાર્યવાહી આજદીન સુધી થયેલ નથી. દૂષિત ગંદુ પાણી ખૂબ જ અસહ્ય દુર્ગંધ મારે છે અને તેના લીધે કોલેરા જેવા રોગચાળો થાય તેવી શક્યતાઓ છે. સુએજ ગટર લાઈન કરોડોના ખર્ચે થયેલ છે જેમાં જવાબદાર અધિકારીઓને આપવા થકી યોગ્ય તે લખાણ કરી આ સમસ્યા તાત્કાલિક દૂર થાય તેવી રજૂઆત કરેલ છે.
ઝઘડિયાની સુએજ લાઈન લિકેજનો મામલો નાયબ કલેક્ટર પાસે પહોંચ્યો…
Views: 78
Read Time:1 Minute, 51 Second