ભરૂચના દહેજની બિરલા કોપર કંપનીના 46 વર્ષીય કર્મચારીએ બીમારીથી કંટાળી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાથી પોલીસને સુસાઇડ નોટ પણ મળી છે.દહેજની બિરલા કોપર કંપનીમાં ફરજ બજાવતા મૂળ હરિયાણાના રહેવાસી 46 વર્ષીય વિરેન્દ્ર ચૌધરીએ આપઘાત કરી લઈ જીવન લીલા સંકેલી લીધી હતી. મૃતક વિરેન્દ્ર ચૌધરી દહેજ ખાતે આવેલ કંપનીની ટાઉનશીપમાં રહેતા હતા. જ્યાં ગતરોજ બપોરના ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.આસપાસના રહીશોને આ અંગે જાણ થતાં પોલીસને જાણ કરી હતી. દહેજ પોલીસ પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને તપાસ કરતાં નજીકથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કોઈને મારી મોતનો જવાબદાર ન ગણતા હું બીમારીથી કંટાળી આપઘાત કરૂ છું અને મને કોઇથી કંઇ જ ફરિયાદ નથી. જ્યારે બાળકો માટે લખ્યું કે, કોઇના પર ભરોસો ના કરતાં અને હળીમળીને સાથે રહેજો.મળતી માહિતી મુજબ મૃતક વિરેન્દ્ર ચૌધરી છેલ્લા 17 વર્ષથી ફેફસાના કેંસરની બીમારીથી પીડાતા હતા, તેમનું ઓપરેશન પણ કરવાં આવ્યું હતું. જોકે, ત્યાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમણે અંતિમ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતકને સંતાનમાં બે પુત્ર છે જે માતા સાથે ભરૂચ રહેતા હતા. તેમને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
‘મેરે બચ્ચો કિસી પે ભરોસા મત કરના, મે અપની બીમારી સે તંગ આ ગયા હું’ લખીને દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીએ જીવન ટુંકાવ્યું..
Views: 74
Read Time:1 Minute, 59 Second