
૦૦૦૦૦૦૦૦૦૦
યુવા મતદારોએ અચૂક મતદાન કરવા અનેઅન્યોને પણ મતદાન માટે પ્રેરિત કરવા ઉત્સાહ દર્શાવ્યો૦૦૦૦૦૦૦૦૦૦
ભરૂચઃ શુક્રવારઃ- લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોમાં જાગૃતતા કેળવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોલેજીયનો પણ લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને સહભાગી બને તે માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક કરવામાં આવી છે જે અન્વયે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રેશ રાઠવાનાના અધ્યક્ષસ્થાને 20 જેટલી કોલેજના કેમ્પસ એમ્બેસેડર સાથે બેઠક યોજાઇ હતી. તેમને મતાધિકારની પ્રક્રિયામાં જોડાવા તેમજ અન્ય મતદારોને પ્રેરિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને યુવા કેમ્પસ એમ્બેસેડર અને કોલજીયનોએ પોતે મતદાન કરશે, તેવી ખાત્રી આપી હતી તેમજ અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરશે, તેવો ઉત્સાહ દર્શાવ્યો હતો. તેમજ આવનારા દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી નોંધાવશે.આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડો. દિવ્યેશભાઇ પરમાર, મદદનીશ શિક્ષણ નિરીક્ષક જીજ્ઞેશભાઈ પટેલ, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીગણ, શિક્ષણ વિભાગના અધિકારીગણ જોડાયા હતા.૦૦૦ ૦૦૦ ૦૦૦