ગાંધી જયંતિ નિમિતે આજથી નશાબંધી સપ્તાહની ઉજવણી
પાટણમાં આગામી એક સપ્તાહ સુધી નશાબંધી જાગૃતિ કાર્યક્રમો થકી થશે જનજાગૃતિ
2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે. ગાંધી જયંતિ નિમિતે રાજ્યમાં તા.02.10.2023 થી તા.08.10.2023 દરમ્યાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આજરોજ પાટણમાં નશાબંધી સપ્તાહના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જિલ્લા સબ જેલ, સુજનીપુર રોડ ખાતે આયોજીત આ કાર્યક્મમાં યુવાઓને નશાબંધી વિરોધી અભિયાન વિશે જાણકારી આપીને વ્યસનથી દુર રહેવા અંગે ચુચન કરવામાં આવ્યુ હતુ. આર્થિક, સામાજિક, તેમજ ઔધોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવામાં અડચણરૂપ એવા દારૂનું સેવન તથા અન્ય કુટેવો જેવી કે બીડી, સીગારેટથી થતા નુકશાન સામે લોકોને જાગૃત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા જાગૃતિ લાવવાનું કાર્ય નશાબંધી સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહ્યુ છે. દર વર્ષે આ સપ્તાહ દરમ્યાન જિલ્લાના નશાબંધી અધિકક્ષશ્રીઓ અને નશાબંધી મંડળના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. નશાબંધીનો સંદેશો રાજ્યના દરેક નાનામાં નાના ગામડા સુધી પહોંચે તે માટે સરકારશ્રી કટીબદ્ધ છે. મહાત્મા ગાંધીએ કહ્યુ છે કે, દારૂથી આત્માનો નાશ થાય છે. તેથી દારૂના વ્યસનથી દારૂ પીનારાને છોડાવવાનો પ્રયત્ન દરેક માણસે કરવો જોઈએ. ગાંધીજીએ બતાવેલ પથ પર ચાલીને સરકારશ્રી દર વર્ષે નશાબંધી સપ્તાહની ઉજવણી કરે છે. વિવિધ જિલ્લામાં અલગ-અલગ કાર્યક્રમો થકી લોકોમાં નશાબંધીનો સંદેશો પહોંચાડવામાં આવે છે. આજરોજ પાટણ ખાતે આયોજિત કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીશ્રી સ્મૃતિબેન દવેએ સ્વાગત પ્રવચન થકી યુવાઓને વ્યસન કરવાના નુકશાન વિશે માહિતગાર કર્યા અને વ્યસનથી દુર રહેવા અંગે સુચન કર્યું હતુ. આજરોજ આયોજીત નશાબંધી સપ્તાહના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નશાબંધી વિરોધી અભિયાન અંગે વિચારો રજૂ કર્યા હતા. જિલ્લા સબ જેલ સુજનીપુર રોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં નશાબંધી વિભાગ,પાટણના અધિક્ષકશ્રી સ્મૃતિબેન દવે, જેલ સુપરિટેન્ડેન્ટ શ્રી બી.ટી.દેસાઈ, નશાબંધી આબકારી વિભાગના સમિતિના સભ્યશ્રી ખેતસિંહ ગઢવી તેમજ જેલ વિભાગના પોલિસ સ્ટાફ હાજર રહ્યા હતા.
રીપોટર . કમલેશ પટેલ .પાટણ