Read Time:2 Minute, 27 Second
કરજણ સેવા સદન ખાતે નાયબ મામલતદાર ઈલેક્શન તેમજ ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કરજણ સેવા સદન વર્ગ -3 મેહસૂલ વિભાગ ના ઇન્ચાર્જ એ. સી. બી. દ્રારા છટકુ ગોઠવતા 10.000 /- હજારની લાંચ પકડાયા જમીનના હયાતીમાં તેમના પત્નિ તેમજ પુત્રોના નામ દાખલ કરવા તેમજ ખાતેદારની જમીનની વારસાઇ કરવા તથા હયાતીમાં નામ દાખલ કરવા માટેની અરજી આપેલી હતી તે અરજી આધારે રેવન્યુ સર્વેમાં હયાતીમાં હક દાખલ કરવાની કાચી નોંધ થયેલ તેની પ્રમાણીત નોંધ કરજણ સેવા સદનના ઇન્ચાર્જ સર્કલ ઓફીસર ( નાયબ મામલતદાર) નાઓએ કરેલી તેમજ સાહેદની માલીકીની જમીનના વરસદારનુ અવસાન થતા વારસાઇ કરવા સારૂ અરજી કરેલી કાચી નોંધ થયેલી હતી જે નોંધ પ્રમાણીત કરવા માટે આ કામના ફરીયાદી કરજણ સેવા સદન મામલતદાર કચેરીમાં ગયેલા અને ઇન્ચાર્જ રર્કલ ઓફીસરનાઓને મળેલા અને ઉપરોક્ત નોંધ પ્રમાણીત કરવા સારૂ વાત કરતા તેઓએ આ કામના ફરીયાદી પાસે નોંધ પ્રમાણીત કરવા રૂ.૧૦,૦૦૦/- ની માંગણી કરેલી હતી જે આ કામના ફરીયાદી આ ઇન્ચાર્જ સર્કલ ઓફીસરનાઓને લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- આપવા માંગતાના હોય જેથી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે આજરોજ તા. ૦૬/૦૬/૨૦૨૪ ના રોજ લાંચના છટકાનું આયોજન કરજણ સેવા સદન ખાતે કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપી ઇન્ચાર્જ સર્કલ ઓફીસર નાઓ પાસે આક્ષેપિતે પોતાની બાજુમાં આવેલ ટેબલના ડ્રોવરમાં રૂા.૧૦,૦૦૦/- મુકાવી તે રીતે સ્વીકારી, સ્થળ પર પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા બાબત....
ટ્રેપ કરનાર અધિકારી :-
એ.એન.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. વડોદરા ફીલ્ડ….
સુપર વિઝન અધિકારી :-
પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા….
તસ્લીમ પીરાંવાલા.. કરજણ…