૦૦૦૦૦
ચૂંટણી કામ માટે ઉપયોગમાં લેવાનાર મકાનો તથા તેના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરના વિસ્તારની અંદર બીનઅધિકૃત વ્યક્તિ, વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી.૦૦૦૦૦ભરૂચઃ શુક્રવારઃ- લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ કાર્યક્રમ જાહેર થયેલ છે તે મુજબ ભરૂચ જીલ્લાની લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે અને તારીખ ૧૬/૩/૨૦૨૪થી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયેલ છે જેથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાન સરળ અને શાંતિપૂર્ણ થાય અને તેમાં કોઈ અવરોધ પેદા થાય નહી તે માટે તેમજ આ નિયત કરેલા મતદાન કેન્દ્રોએ જુદા જુદા પક્ષના લોકો/ટેકેદારો/કાર્યકરો એકઠા થાય ત્યારે એક બીજા વચ્ચે સંઘર્ષ ન થાય તથા જાહેર સુલેહશાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારુ નિયત કરેલ મતદાન મથકોની આજુબાજુના ૨૦૦ મીટરની ત્રિજયાવાળા વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ ભેગા નહીં થવા માટે તેમજ ચૂંટણીના કામે ઉપયોગમાં લેવાનાર ઉપરોકત નિયત સ્થળોએ આવેલ મતદાન કેન્દ્રોના મકાનોમાં બીનઅધિકૃત વ્યકિતઓ દાખલ થાય નહી તે માટે તુષાર ડી. સુમેરા I.A.S., જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ આથી ફરમાવેલ છે કે તા.૦૬/૦૫/૨૦૨૪ ના શુન્ય કલાકથી તા.૦૭/૦૫/૨૦૨૪ ના ૨૪.૦૦ કલાક (બંને દિવસો સહીત) સુધી ચુંટણી અંગેની કામગીરી માટેના નિયત કરેલા મતદાન મથકોએ મતદાનની કામગીરી પુરી થાય તે સુધીના સમય તેમજ મતદાનને લગતી અન્ય કામગીરી પુર્ણ થાય તે સુધી ઉક્ત ભરૂચ જીલ્લાના નિયત કરવામાં આવેલ મતદાન મથકોના ૨૦૦ મીટરની ત્રિજયાવાળા વિસ્તારમાં ૪ (ચાર) કરતા વધારે માણસોએ ભેગા થવુ નહી તેમજ ઉપરોકત સ્થળોએ ચૂંટણી કામ માટે ઉપયોગમાં લેવાનાર મકાનો તથા તેના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરના વિસ્તારની અંદર બીનઅધિકૃત વ્યક્તિ, વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી.ચૂંટણી અંગેની કામગીરીમાં રોકવામાં આવેલ ચુંટણી ફરજ માટેના સરકારી અધિકારી અને કર્મચારીઓને, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારીશ્રી/કર્મચારીશ્રી તથા હોમગાર્ડને, સંબંધિત ચૂંટણીના ઉમેદવારો/ચુંટણી એજન્ટ/મતદાન એજન્ટને તથા ચુંટણી અધિકારીશ્રીઓ તથા ચુંટણીપંચ ધ્વારા અધિકૃત કરવામાં આવે તેને, સ્થળે હાજર ફરજ પરના પોલીસ અધિકારીશ્રી ધ્વારા અધિકૃત કરવામાં આવે તેને. અધિકૃત મતદારોને મત આપવા જતા તેમજ મતદાન પછી પરત આવવા સુધીના સમય સુધી..ને આ હુકમ લાગુ પડશે નહિ. ૦૦૦૦૦૦૦૦૦