ભરૂચનર્મદા નદી ઉપર સૌથી લાંબા 1344 મીટરનો એકસ્ટ્રા ડોઝ બ્રિજના નિર્માણને 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે, નર્મદા નદી પર દેશનો પ્રથમ 8 લેન કેબલ સ્ટેઇડ બ્રિજ આગામી જૂન મહિનામાં તૈયાર થઈ જશે. વડોદરા-મુંબઈ 3 એક્સપ્રેસ વે હેઠળ રૂપિયા 250 કરોડનાં ખર્ચે અશોક બિલ્ડકોન દ્વારા આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જૂન-2021 સુધીમાં બ્રિજ તૈયાર થઇ જશે. ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નર્મદા નદી પર નિર્માણ પામેલા દેશના સૌથી લાંબા એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજને 7 માર્ચ 2021ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. હવે નર્મદા નદી પર જ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે નિર્માણ થઈ રહેલો 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ ઇતિહાસ સર્જવા જઇ રહ્યો છે. વડોદરા-કીમ એક્સપ્રેસ વેના 117 કિલોમોટરના સેક્શનમાં નર્મદા નદી પર નિર્માણ થઈ રહેલા દેશના પ્રથમ બ્રિજનું કામ 27 મહિનાના રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ થશે. બ્રિજની કુલ લંબાઈ 2.22 KM છે. આ પુલ હાઇટેક કેબલ બ્રીજ, જે વાય શેપમા 16 ટાવર (પાઇલોન) પર ઉભો કરાયો છે. આ પુલ ભરૂચનું નહીં પરંતુ સમગ્ર દેશને ફાસ્ટ ટ્રેક પર લાવી દેશે. નર્મદા નદી પર બની રહેલો બ્રીજ હાઇટેક અને આકર્ષક બનશે. આ બ્રીજની સુંદરતામાં વધારો થાય તે માટે સૂચન કરાતા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ લાઇટીંગ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
ભરૂચમાં નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેન એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ બનશે : 250 કરોડના ખર્ચથી માત્ર 27 મહિનામાં જ નિર્માણ પૂર્ણ થશે..
Views: 92
Read Time:2 Minute, 1 Second