અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ખાતે મતદાન જાગૃત્તિ અભિયાન અંર્તગત કાર્યક્રમ યોજાયો

*******

મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવા દિવ્યાંગોએ બનાવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી***** લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી, ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃત્તિ માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો – મતદારો, મતદાન કરી શકે તે માટે તેમને ઘરબેઠાં મતદાન માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ, દિવ્યાંગ મતદારને લાઇનમા ઉભા નહી રહેવાનું જેવી વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી. દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા (સક્ષમ) એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું. અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેનાં અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો. મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદી એ કર્યું હતું. આ ઉપરાંત વાગરા તાલુકા અને જંબુસરમા તાલુકા ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતનોડલ અધિકારીશ્રી પ્રીતેશભાઇ વસાવા (જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, જિલ્લા મહીલા બાળ વિકાસ અધિકારીશ્રી કાશ્મીરાબેન સાંવત,સ્વીપ અધિકારીશ્રી, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પ્રણવભાઇ ભટ્ટ, ઉપપ્રમુખશ્રી ભરતભાઇ ચુડાસમા અને મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો હાજર રહ્યા હતા.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા, ઇન્ડિયા ગઠબંધન 300 સીટો મેળવી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Sat Apr 27 , 2024
આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભરૂચ ખાતે ચૈતર વસાવાના પ્રચારમાં આવતા ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અંક્લેશ્વર ખાતે ચૈતર વસાવાના પ્રચારની પદયાત્રામાં જતા પૂર્વે આપના સાંસદ સંજય સિહે ભરૃચ ખાતે ટૂંકા […]

You May Like

Breaking News