ભરૂચનાં હાલ…બેહાલ…! ખાનગી લેબોરેટરીઓની બહાર કોવિડ-19 નાં રિપોર્ટ કઢાવવા દર્દીઓની લાંબી કતારો…
ભરૂચમાં ખાનગી લેબોરેટરીની બહાર દર્દીઓની કતારો લાગવા માંડી છે. કોરોના મહામારીનાં કારણે દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.ભરૂચ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આ વધારાને નિયંત્રણમાં લેવા માટે કોઈ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.
અહીં નોંધનિય છે કે ભરૂચની ખાનગી લેબોરેટરીની બહાર દર્દીઓનો ધસારો જોવા મળે છે. સરકારી લેબ કરતાં ખાનગી લેબમાં રિપોર્ટ જલ્દીથી આવી જતો હોવાથી લોકો ખાનગી લેબમાં રિપોર્ટ કઢાવવા આવતા હોય છે. તો શું સરકારી લેબમાં જ સમયસર રિપોર્ટ કાઢી આપવામાં આવે તો આ દર્દીઓની જે લેબની બહાર લાંબી કતારો છે તેને ઓછી કરી શકાય તેમ છે. કોરોનાનો રિપોર્ટ કઢાવવાનાં કારણે લોકોની લાંબી કતારો યથાવત રહેતા લોકોનાં મુખે ચર્ચાય છે કે જો આગામી સમયમાં કોરોનાનાં કેસ ઘટાડવા માટે આરોગ્ય વિભાગે યોગ્ય પગલાં ભરી નિયંત્રણ કરવું જરૂરી છે