વાગરા તાલુકામાં આવેલાં વજાપુર ગામે ગેરકાયદે રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભુસ્તર વિભાગની ટીમને મળી હતી. જેના પગલે સ્થળ પર દરોડો પાડી ટીમે એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં દહેજનો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં બેફામ રીતે માટી અને રેતીનું ખનન કરાઇ રહયું છે પણ ખાણ અને ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થતાં રહે છે. વજાપુર ગામે કેટલાંક શખ્સો ગેરકાયદે રીતે સાદી માટી ચોરી કરવાનો કારસો રચી રહ્યાં છે.જેના પગલે ભુસ્તરશાસ્ત્રી નરેન જાનીએ તેમની ટીમને સુચના આપતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝરે ટીમ સાથે સ્થળ પર રેડ પાડી હતી. ટીમે સ્થળ પરથી એક હિટાચી મશીન તેમજ એક ટ્રક જપ્ત કરી હતી. ટીમે સ્થળ પર જીપીએસ પોઇન્ટના આધારે કેટલું ખનન કરાયું છે તેના ડેટા મેળવવાની કવાયત હાથ ધરી હતી. પ્રાથમિક પુછપરછમાં માટી ચોરીનો આખો કારસો દહેજ ખાતે રહેતાં સુજીત શર્મા નામનો એક શખ્સે રચ્યો હોવાનું પણ સૂત્રો થકી જાણવા માલુમ પડ્યું હતું.
વાગરા: વજાપુરામાં ગેરકાયદે માટીખનનનું કૌભાંડ, ટ્રક અને હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા
Views: 29
Read Time:1 Minute, 35 Second