ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં ગુરૂવારે બજેટ સભા મળી હતી. જેમાં સત્તાપક્ષે ઉઘડતી સિલક રૂ. 28.91 કરોડ દર્શાવી હતી. તો મહેસુલી આવક રૂ. 53.35 કરોડ થવાનો અંદાજ દર્શવ્યો હતો. જ્યારે 153.19 કરોડના વિકાસકામો નગરમાં કરવાનું આયોજન દર્શાવી બજેટ પાસ કરવામાં આવ્યું હતું. બીજી તરફ વિપક્ષે સભામાં જ બજેટની કોપી ફાડીને વિરોધ દર્શાવ્યો હતો. સમગ્ર બજેટ સભા મામલે વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે.જેમાં વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ભાજપના સત્તાધારી પક્ષે ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના કે કોઈપણ પ્રકારનું મતદાન કર્યા વિનાજ બજેટ મંજૂર મંજૂર કરી બહુમતીના જોરે બહાલી આપી દીધી હતી. જ્યારે વિપક્ષે વિવિધ મુદ્દે ચર્ચા કરવા માટે સમય માંગ્યો તો સત્તાપક્ષે ઈન્કાર કરી સભા પૂર્ણ થયાની જાહેરાત કરી દીધી હતી. વિપક્ષે નારાજગી દર્શાવી પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજૂઆત કરી આ બજેટને રદ ગણી ફરીથી બજેટસભા બોલાવવામાં આવે તેવી માગણી કરી છે. આ સંદર્ભનું લેખિત આવેદન પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પાઠવ્યું હતું.
ભરૂચ પાલિકાની બજેટ સભા એકતરફી હોવાનો વિપક્ષનો આક્ષેપ, મુદ્દો પ્રાદેશિક કમિશનરમાં પહોંચ્યો
Views: 76
Read Time:1 Minute, 32 Second