ભરૂચના વોર્ડ નંબર 10માં ત્રણ દિવસથી સફાઈ કામદારો ન આવતા અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા. જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકોએ જાતે જ સફાઈ કામગીરી હાથ ધરી ગાંધીગીરી અપનાવી હતી.
ભરૂચનાં વોર્ડ નંબર 10 માં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદારો આવ્યા ન હતા. જેના કારણે અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા હતા અને ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. જેના કારણે સ્થાનીકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક રહીશોએ ગાંધીગીર અપનાવી હતી અને જાતે જ ઝાડું હાથમાં લઇ આ વિસ્તારની સાફ સફાઈ હાથ ધરી હતી.એક તરફ નગરપાલિકા સમગ્ર ભરૂચના વીસ્તારને સ્વચ્છ બનાવવા માટેના નેમ ધારણ કરીને બેઠું છે ત્યારે વરવી વાસ્તવિકતા કઇક અલગ જ બયાન કરે છે. સ્થાનિકો દ્વારા રોજેરોજ સફાઈ કામદારો આવે તેવી માંગ કરવામાં આવી છે.