રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા ગુરૂપૂર્ણિમા ના પાવન પર્વ ના દિવસે મકતમપુર વિસ્તારમાં ગૌરીવ્રત કરતી દીકરીઓને સુકામેવા, ફળ અને વેફર્સ નું વિતરણ કરવામાં આવ્યું. તેમજ આ દીકરીઓને સાથે રાખી ફળ આપતા વૃક્ષો ના છોડ રોપવામાં આવ્યાં હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા એ દીકરીઓને ગૌરીવ્રત નો મહિમા સમજાવી સૌ દીકરીઓને ગૌરીવ્રત ની શુભેચ્છાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યાં.આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના ના પ્રમુખ રોટરીયન શૈલજા સિંગ, સેક્રેટરી રોટરીયન ધનશ્રી, IPP રોટરીયન જાસમીન મોદી, PP AG રોટરીયન કીર્તિ જોષી, રોટરીયન સિંધુ સુનિલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રોટરીયન સુરભી તમાકુવાલા, નગરપાલિકાના પ.વ.ડી.ચેરમેન રોટરીયન હેમુ પટેલ, રોટરીયન રાની છાબરા તેમજ અન્ય રોટરીયન અને શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈ ટેલર, નગરસેવક શ્રીમતી વિભૂતિબેન યાદવ, વિશાલભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
રોટરી કલબ ઓફ ભરૂચ ફેમીનાએ ગરીબ દીકરીઓ સાથે ગૌરી વ્રતની ઉજવણી કરી..
Views: 71
Read Time:1 Minute, 28 Second