નગર પાલિકાએ હાઉસ ટેકસમાં 10 % નો વધારો ઝીંક્યો

Views: 69
0 0

Read Time:2 Minute, 22 Second

વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મુકી છે તેવામાં હવે અંકલેશ્વરવાસીઓના માથે હાઉસટેકસમાં 10 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. એક તરફ સરકાર આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 5 % વળતર આપી રહી છે તો બીજી તરફ વેરામાં 10 ટકાનો વધારો કરી દેવાયો છે. વેરાના નવા દરોથી 33 હજાર કરતાં વધારે મિલકતધારકો ઉપર વધારાનું એક કરોડ રૂપિયાનું ભારણ આવી પડશે.કોરોનાની મહામારીના કારણે સરકારે વેરાઓમાં લોકોને રાહત આપી હતી પણ હવે ફરીથી વેરા વસુલાતમાં નિયમોનું અમલીકરણ કરાય રહયું છે. સરકારી નિયમ મુજબ અંકલેશ્વર નગરપાલિકાએ હાઉસટેકસમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે અને વેરાના નવા દરો ચાલુ વર્ષથી જ અમલમાં આવી જશે.અંકલેશ્વર નગરપાલિકાના ચોપડે 24 હજાર જેટલાં રહેણાંક અને 09 હજાર જેટલાં કોર્મશિયલ મિલકતધારકો નોંધાયેલાં છે. આ મિલકત ધારકો પાસે ગત વર્ષે 9.65 કરોડ રૂપિયાની રકમ પાલિકાએ વેરા પેેટે વસુલી હતી. હવે નવા દરો બાદ આ રકમ વધીને 10.65 કરોડ રૂપિયા થઇ જશે. 10 ટકાના વધારા સાથે મિલકતધારકો પર 1 કરોડથી વધુ રૂપિયાનું ભારણ આવી પડશે.એક તરફ સરકાર નિયમિત વેરો ભરનારાઓને 5 ટકા પ્રોત્સાહક વળતર આપી રહી છે અને બીજી તરફ હાઉસ ટેકસમાં સીધો 10 ટકાનો વધારો ઝીકી દેતાં મિલકતધારકોમાં કચવાટ જોવા મળી રહયો છે. આ બાબતે પાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે, સરકારે પાલિકાઓના સ્વભંડોળ માટે પરિપત્ર જાહેર કર્યો છે અને સરકારના નિયમો મુજબ હાઉસ ટેકસના સ્લેબમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વેરાની રકમ ભરવા છતાં પાલિકા માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહી છે તેવામાં ભાવ વધારો યોગ્ય નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરમાં ડ્રાઇવરની બેદરકારીથી આમલાખાડી અંડરબ્રિજમાં ટ્રેલર ફસાયું

Fri Jun 10 , 2022
Spread the love             અંકલેશ્વરમાં નાના વાહનોની અવરજવર માટે બનાવવામાં આવેલાં આમલાખાડી અંડરબ્રિજમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં અન્ય વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરમાં પીરામણ ગામ નજીક આમલાખાડીનો અંડરપાસ આવેલો છે. આ અંડરપાસમાંથી નાના વાહનોની અવરજવર રહેતી હોય છે. આ અંડરપાસમાં વિશાળ ટ્રેલર ફસાય જતાં બ્રિજના માળખાને નુકશાન થયું છે.કન્ટેનર લઇને […]

You May Like

Breaking News

error: Content is protected !!