શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૩

Views: 201
0 0

Read Time:4 Minute, 33 Second

*શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -૨૦૨૩*——*ભરૂચ જિલ્લામાં રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો*——*સાપ્રંત સમયમાં રાજ્ય સરકાર સામેથી જ બાળકોનું ઘરે ઘરે જઈને શાળામાં નામાંકન કરાવે છે:મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ*——–*હાંસોટની કુમાર અને કન્યા તથા રામનગર,અંભેટા તથા પારડીની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા, આંગણવાડી તથા ધોરણ-૧માં બાળકોને પ્રવેશ કરાવ્યો*——ભરૂચ:સોમવાર: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું બીજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે તેમના રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રોપેલું તેના આજે બે દશકા પૂર્ણ થતાં આ બીજ હવે વટવૃક્ષ બન્યું છે. શ્રી મોદીને શરૂ કરાયેલ શિક્ષણ રૂપી યજ્ઞ ને આગળ ધપાવતા રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા શાળાઓના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાપ્રંત સમયમાં રાજ્ય સરકાર સામેથી જ બાળકોનું ઘરે ઘરે જઈને શાળામાં નામાંકન કરાવે છે.મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર મંત્રી મંડળ તથા અન્ય પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ આ પ્રસંગે વિવિધ સ્કૂલોમાં જઈને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો છે,તેમ ઉમેર્યુ હતું. મંત્રી શ્રી પટેલે હાંસોટનની કુમાર ૩ બાળકને બાલવાટીકામાં અને કન્યા પ્રાથમિક શાળામાં ૬ કન્યા તથા રામનગરની પ્રાથમિક શાળામાં ૧ કુમાર તથા ૪ કન્યાઓને તથા ઉર્દૂ મિશ્ર શાળામાં ૩ કુમાર તથા ૪ કન્યાઓને,અંભેટા પ્રાથમિક શાળામાં ૩ કુમાર તથા ૫ કન્યાઓને તથા પારડીની પ્રાથમિક શાળામાં ૧ કુમાર તથા ૩ કન્યાઓને પ્રવેશ કરાવ્યો હતો.આ પ્રસંગે શાળાના બાળકોને પુષ્પગુચ્છ તથા સ્કુલબેગ વિતરણ કરીને વિધિવત શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર તાલુકામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ઠ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.વધુમાં શાળામાં સારા પરિણામ હાંસલ કરનારને પણ આ પ્રસંગે પરિતોષિત કરાયા હતા. આ વેળાએ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે શાળાના ભૂલકાઓ સાથે બાળસહજ વાર્તાલાપ કર્યો હતો.જેમાં તેમને ભૂલકાઓને જમવા તથા શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાની હિમાયત કરી હતી.આ ઉપરાંત શાળાના ભૂલકાઓને સોશીયલ મિડીયાનો ઉપયોગ શિક્ષણના હેતુ પૂરતો જ કરવા સમજાવ્યા હતા. આ વેળાએ મંત્રીશ્રીએ ગામના અગ્રણીશ્રી ઓ તથા દાતાઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા હતાં.મંત્રીશ્રીએ આ પ્રસંગે સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ – નિપુણ ભારત – નિપુણ ગુજરાત પુસ્તકનું વિમોચન કર્યું હતું.કાર્યક્રમને અંતે મંત્રીશ્રીએ તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષોરોપણ કરાયું હતું. આ પ્રસંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે એફ વસાવા સહિત શાળાના આચાર્ય તથા શિક્ષક ગણ ઉપરાંત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.-૦-૦-૦-

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જંબુસરના ગંદા પાણીથી 8 કિમી દૂર આવેલાં ખાનપુરના લોકો પરેશાન

Mon Jun 12 , 2023
Spread the love             જંબુસરના ગંદા પાણીથી 8 કિમી દૂર આવેલાં ખાનપુરના લોકો પરેશાન જંબુસર નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગની હુંસાતુસીમાં ખાનપુર દેહ ગામના લોકો દુર્ગંધવાળા પાણી વચ્ચે જીવવા માટે મજબુર બન્યાં છે તેમજ ખેડૂતોના ખેતરોમાં દુર્ગંધ મારતું પાણી ફરી વળતાં ખેતીને નુકશાન થઇ રહયું છે. નગરપાલિકાની તુટેલી લાઇન રીપેર કરાવવામાં બે […]

You May Like

Breaking News

error: Content is protected !!