UPનો ધો-12 પાસ શખ્સ અંકલેશ્વરમાં આવી તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાયો
અંકલેશ્વરના અન્સાર માર્કેટ ખાતે ડિગ્રી વગર મેડિકલ પ્રેકટીશ કરતા ઈસમને શહેર પોલીસે ઝડપી પાડ્યો હતા. અંકલેશ્વર માંથી છેલ્લા 10 દિવસ માં 9 ઝોલાછાપ તબીબ ઝડપાયા છે. વાગરા ના મુલેર થી પણ વધુ 2 બોગસ તબીબ ઝડપાયા હતા. જિલ્લામાં 10 દિવસમાં ડિગ્રી વગરના 18 બોગસ તબીબ ઝડપાયા છે.
ભરૂચ જિલ્લા મંગળવારના રોજ જિલ્લા ભર માંથી 14 જેટલા ઝોલાછાપ તબીબોને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેના બીજા દિવસે વધુ 3 બોગસ તબીબને ઝડપી પાડ્યા હતા જેમાં અંકલેશ્વર શહેર પોલીસ ના સર્વેલન્સ સ્કોર્ડ ના એ.એસ.આઈ. બિપીનચંદ્રએ સ્ટાફ સાથે અન્સાર માર્કેટની ગોસાઈ મસ્જિદ પાસે થી શોપિંગ સેન્ટર માં ધોરણ 12 પાસ યુ.પી. થી કરેલા મોહંમદ મુજીબુર રહેમાન અમાનુલ્લા શેખ ને રંગે હાથો ઝડપી પાડ્યો હતો. તેની પાસે મેડિકલ પ્રેકટીશની કોઈ ડિગ્રી નહોતી. ડિગ્રી વિના દર્દીનો ઈલાજ કરી દવાઓ આપતો હતો.
મેડિકલની ડિગ્રી મેળવ્યા વગર ડોક્ટર બની પ્રેકટીશ કરી રહ્યો હતો જે આધારે પોલીસે તેની પાસે થી દવાઓ સહીત સર સાધનો જપ્ત કર્યા હતા તેમજ બીમાર વ્યક્તિ સાથે પોતે ડોક્ટર ના હોવા છતાં ઈલાજ કરી તેની સાથે છેતરપિંડી કરી ગુનાહિત કૃત્ય આચરવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. અંકલેશ્વરમાં સપ્તાહ પૂર્વેજ મીરાંનગર વિસ્તાર માંથી એસ.ઓ.જી પોલીસે ઝોલા છાપ તબીબ ની ધરપકડ કરી હતી ત્યારબાદ ગત રોજ જિલ્લા માં સ્પેશિયલ ડ્રાઈવ માં એલસીબી એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસે 14 તબીબને ઝડપી પાડ્યા હતા.