વાપી તરફ થી સુરત ભરૂચ વડોદરા થી અમદાવાદ જતા એક્ષપ્રેસ-વે ના ટોલનાકા ઉપરથી વિશાળ માત્ર માં ગેર કાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય …..

લોકલ ક્રાઇમ બ્રાંન્ચ તેમજ વડોદરા ગ્રામ્ય દ્રારા ટેન્કરમાં ગેરકાયદેસર ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૨૯૮૫૬ કિ. રૂ.૪૫,૯૮,૪૦૦/- નો વિશાળ માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહીની હેરાફેરી/ વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા તેમજ આગામી લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃતી જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.

કૃણાલ પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓ દ્રારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુ માં વધુ વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અરસકારક કામગીરી કરી વધુ માં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સુચના માર્ગદર્શન આપી જીલ્લામાં અલગ અલગ જગ્યાઓ ઉપર વાહન ચેકીંગ/પેટ્રોલીંગ કરી બાતમીદારોનો સંપર્ક કરવા જણાવેલ, જે આધારે ગઇકાલ તા.૨૦/૦૪/૨૦૨૪ ની સાંજના પી.કે.ભુત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ મંજુસર પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. ટીમના દેવરાજસિંહ પ્રવિણસિંહ તેમજ સીધ્ધરાજસિંહ સતુભા તેમજ શક્તિસિંહ મહેન્દ્રસિંહ નાઓને સંયુકતપણે ચોકકસ બાતમી હકીકત મળેલ કે, એક ટેન્કર નંબર RJ-14-GP-0487 માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વાપી તરફથી વલસાડ, સુરત, ભરૂચ વડોદરા થઇ અમદાવાદ તરફ જનાર હોવાની બાતમી હકીકત મળેલ હોય, જે આધારે એલ.સી.બી. ટીમ મંજુસર પો.સ્ટે.ની હદના આજોડ ગામની સીમમાં આવેલ એક્ષપ્રેસ-વે ના ટોલનાકા ઉપર વડોદરા થી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર ઉપરોકત ટેન્કરની વોચમાં રહેલ દરમ્યાન બાતમી હકિકતવાળુ ટેન્કર આવતા તેને સાઇડમાં લેવડાવી તપાસ કરતા કેબીનમાં ડ્રાઇવર એકલો જ હોય તેને નીચે ઉતારી તેનુ નામઠામ પુછતા તેણે પોતાનું નામ ખીયારામ મંગારામ જાટ રહે. લખવારા તા.ચોટણ જી.બાડમેર (રાજસ્થાન) નો હોવાનુ જણાવેલ જેને સાથે રાખી વિશ્વાસમાં લઇ ટેન્કરમાં ભરેલ માલ બાબતે પુછપરછ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનુ જણાવતા ટેન્કરમાં પાછળના ભાગે એક ગોળ ખાનુ હોય જે નટ-બોલ્ટથી ફીટ કરેલ હોય જે નટ-બોલ્ટ પાનુ મંગાવી ખોલી ખાત્રી કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ જે વિદેશી દારૂ બહાર કાઢી ગણતરી કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ- ૯૫૮ જેમા કુલ બોટલ નંગ ૨૯૮૫૬ કિ.રૂ.૪૫,૯૮,૪૦૦/- તથા ટેન્કર નંબર RJ-14-GP-0487 કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ- ૦૧ કિ.રૂા. ૫,૦૦૦/- તથા રજીસ્ટ્રેશન કાગળો મળી કુલ કી.રૂ. ૬૧,૦૩,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે

ઉપરોકત પકડાયેલ ડ્રાઇવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવેલ છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પુછપરછ કરતા પોતે ગાંધીધામ ખાતે ડ્રાઇવીંગ કરતો હતો ત્યારે ગણપતભાઈ નામનો ઇસમ ડ્રાઇવીંગ કરતો હોય તેની સાથે ઓળખાણ થયેલ હતી જેથી ગણપતભાઈ નામના ઇસમે વાપી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઉપરોકત ટેન્કર આપેલ અને જામનગર ખાતે પહોંચી ફોન કરવા જણાવેલ હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

તસ્લીમ પીરાંવાલા… વડોદરા….

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વાગરા: ઓચ્છણ ગામે નજીવી બાબતે બે જૂથો બાખડતા પોલીસે ૧૧ જણ વિરુદ્ધ ફરિયાદ નોંધી

Mon Apr 22 , 2024
ઓચ્છણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો વાગરા તાલુકાના ઓચ્છણ ગામે બાળકો નો ઝઘડો મોટેરા ઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. કિશન નામના સક્ષની દુકાનમાં સળગતો કાકડો નાંખી દુકાનના પુઠા અને કોથળો સળગાવી માઁ બેન સમાણી ખરાબ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપવા બાબતે […]

You May Like

Breaking News