ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલા મેટ્રોપોલિટિન એક્ઝિમ કેમ્પ કંપનીના કમ્પાઉન્ડમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં એસ.એસ.ની પાઇપ અને વાલ્વ મળી કુલ રૂપિયા 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરીના મામલામાં એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ચાર પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં મેટ્રોપોલિટિન એક્ઝિમ કેમ્પ કંપની આવેલી છે. જેમાં કંપનીના સ્પેશિયાલીટી કેમિકલનું ઉત્પાદન માટે પ્રોજેકટનું વર્ક ચાલુ હતુ. અને કંપની દ્વારા એસ.એસ.ના અલગ અલગ સાઈઝના પાઇપ અને વાલ્વ ખુલ્લી જગ્યામાં મુક્યા હતા. તે દરમિયાન ગત તારીખ-25મી મેના રોજ તસ્કરો કંપનીમાં પ્રવેશ્યા હતા અને ખુલ્લી જગ્યામાં રહેલા એસ.એસની પાઇપ નંગ-30 અને વાલ્વ નંગ-19 મળી કુલ 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઝઘડીયા પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ ધરી હતી. તે દરમિયાન ભરુચ એલસીબી પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના હેક્ષોન પ્લાઝામાંથી ચોરીના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી હતી. પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતાં તેઓએ ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં મેટ્રોપોલિટિન એક્ઝિમ કેમ્પ કંપનીથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે ગડખોલ ગામ નજીક આવેલ પાશ્વનાથ સોસાયટીમાં રહેતા પારસમલ હિરાસિંગ જૈન અને સઇદ નૈકસેખાન પઠાણને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
ભરૂચ એલસીબીએ ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં રૂ.5 લાખથી વધુના મુદ્દામાલની થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો..
Views: 75
Read Time:2 Minute, 3 Second