ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી એક 16 વર્ષીય સગીરા પર બનેવીએ બળાત્કાર ગુજારતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઝઘડિયા તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરા ધોરણ-12 અભ્યાસ કરે છે જે ગત તારીખ-8મી જુલાઈના રોજ નેત્રંગ તાલુકામાં રહેતો તેણીનો બનેવી તેને શાળાએ મુકવા માટે જઈ રહ્યો હતો તે દરમિયાન માર્ગની વચ્ચે અવાવરું જગ્યાએ બનેવીની સગીર સાળી ઉપર દાનત બગડતા તેણે માર્ગની બાજુમાં ગાડી ઉભી કરી સગીરાના હાથ ઓઢણીથી બાંધી દીધા હતા અને બળજબરીપૂર્વક તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સગીરાની હાલત લથડતા તેણીની માતાએ તેને સારવાર માટે ખસેડી હતી. જ્યાંથી તેણીને વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ માતાને બનેવીના કરતુત અંગે જણાવતા માતા ચોકી ઉઠી હતી.સગીરાની માતાએ દુષ્કર્મ અંગે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કેહવાતા બનેવીએ સગીર સાળી પર દુષ્કર્મ ગુજાર્યું:ભરૂચના ઝઘડિયા તાલુકાનો બનાવ, નરાધમ બનેવી સામે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ
Views: 163
Read Time:1 Minute, 36 Second