ભરૂચ જિલ્લાની સરકારી ઈજનેર કોલેજ ખાતે સમગ્ર ગુજરાતનું ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 28 કોલેજના 1800 જેટલાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને 28 જેટલા ઇવેન્ટ્સ યોજવામાં આવ્યા હતા. જેમાં 950 વિધાર્થીઓની ટીમ બનાવવામાં આવી હતી. ભરૂચની સરકારી ઈજનેર કોલેજના 6 ડિપાર્ટમેન્ટ છે જેમાં વિધાર્થીઓએ પોતાની સૂઝબુઝ અને આવડતથી પોતાના પ્રોજેક્ટસ રજૂ કર્યા હતા. ભરૂચમાં આ ઇવેન્ટ કરવાનો હેતુ ભરૂચના વિધાર્થીઓને દહેજ તેમજ આસપાસના વિસ્તારની કંપનીઓમાં પ્રેક્ટિકલ કરવા મળે તેનો છે. ભરૂચની સરકારી ઈજનેર કોલેજમાં તમામ પ્રકારના અલગ અલગ ટેક્નિકલ તેમજ નોન ટેકનિકલ પ્રોજેક્ટ જોવા મળ્યા હતાં. ખેતરમાં સરીસૃપોથી બચાવતાં અનોખા બૂટ ભારતમાં દર વર્ષે સરેરાશ એક લાખ લોકોના સાપ સહિતના ઝેરી સરીસૃપો કરડવાથી મોત થાય છે. આવા બનાવો રોકવા માટે સરકારી કોલેજના બે વિધાર્થીઓએ તેમના પ્રોફેસર પી.પી. લોઢાના માર્ગદર્શન હેઠળ રાજ કુકડીયા અને રાહુલ મકવાણાએ સ્પીપમાંથી 20 હજારની ગ્રાંટ મેળવીને રબરના ગમબૂટ પર કોપરના તાર લગાવીને તેમાં બેટરીનું જોડાણ આપી લાઇટ લગાવવામાં આવી છે. આ બુટ પહેરીને ખેડૂતો અથવા શ્રમજીવીઓ ખેતરોમાં જાય ત્યારે અંધારામાં સરળતાથી સાપ કે વીંછી જેવા સરીસૃપોને જોઇ શકશે અને તેમના પર પગ પડવાથી બચી શકશે.
ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે 28 કોલેજના 1,800 છાત્રોએ ભાગ લીધો..
Views: 30
Read Time:1 Minute, 54 Second