ભરૂચ દાંડિયાબજારનું મચ્છી માર્કેટ કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કરી દીધું

Views: 76
0 0

Read Time:1 Minute, 32 Second

ભરૂચ દાંડિયાબજારનું મચ્છી માર્કેટ કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કરી દીધું છે. શહેરના દાંડિયાબજારમાં લાખોના ખર્ચે પાલિકા દ્વારા મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું છે. જો કે 15 મહિનાથી માર્કેટ તૈયાર હોવા છતાં માછલી વેચતી મહિલાઓ અને લોકોને બહાર બેસવું પડતું હતું. જેનો કોંગ્રેસની આંદોલનની ચીમકી બાદ ઉકેલ આવ્યો છે.ગત શનિવારે કોંગ્રેસ ડેલીગેશન વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોથીવાલાએ માર્કેટની મુલાકાત લીધી હતી. સાથે જ પાલિકા મુખ્ય અધિકારીને ચીમકી આપી હતી કે, માર્કેટની અંદર જગ્યા નહીં ફાળવાઈ તો માછલી વેચતા લોકોને લઈ તેઓ આજે સોમવારે પાલિકા ખાતે આંદોલન કરાશે. ત્યારે પાલિકાએ ગઇકાલે રવિવારે જ તાબડતોડ સાફ સફાઈ કરાવી મચ્છી માર્કેટની અંદર વેપાર કરવા જગ્યા ફાળવી આપી છે. જો કે વીજળીની વ્યવસ્થા, પ્રવેશદ્વાર અને તેના પર લગાવેલા ગ્રેનાઈટને લઈ સર્જાઈ રહેલી સમસ્યા અંગે યોગ્ય કરવા માંગણી કરાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સી-પ્લેનના 7.70 કરોડ પાણીમાં ગયા, રિપેરિંગમાં ગયું, પણ પાછું જ ન આવ્યું

Fri Jun 10 , 2022
Spread the love             અમદાવાદથી કેવડિયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન શરૂ કરવામાં આવ્યો હતો, જે હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈપણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેઇન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું, એ બાદ પરત ફર્યું […]

You May Like

Breaking News

error: Content is protected !!