સામાજિક વનિકરણ વિભાગ ભરૂચ દ્વારા,માન મંત્રી, આદિજાતિવિકાસ, પ્રાથમિક માધ્યમિક, અને પ્રોઢ શિક્ષણ, ગુજરાત સરકાર,ડો. કુબેર ડીંડોરના અધ્યક્ષ સ્થાને ઊજવણી.કલક ગામે ભરૂચજિલ્લા વનરક્ષક વિભાવ, ગામના સરપંચ, શિક્ષક ગણ વિદ્યાર્થીઓ અને ગામના ભાઈઓ બેનો ઉપસ્થિતિ રહ્યા,સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમનું પણ આયોજન.સઁસ્કૃતિ અને પરંપરા મુજબ દીપપ્રાગટ્યકરી ઉપસ્થિતોને આવકારવામાં આવ્યા,વનરક્ષક વિભાગ જિલ્લા કક્ષાના, IFS અધિકારી નીરજ કુમારે સ્વાગત પ્રવચન કરી મંચ્ચષ્ઠ મહાનુભવોને આવકાયા.જિલ્લા પ્રમુખ અલ્પાબેન પટેલે , સંબોધયા બાદ વિસ્તારના પનોતા ધારાસભ્ય ડી. કે. સ્વામીએ ભારત માતાકી જય તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે જનતાને સંબોધતા વૃક્ષ અને પર્યાવરણના જતન વિશે ચિંતા વ્યક્ત કરી.વિધાનસભામાં વૃક્ષ ઉછેરનો કાયદો પસાર કરવાની વાત કરતાં જણાવ્યુકે,”25થી 30એકર જમીન ધારણ કરતાં ખેડૂતો ફરજીયાત 25થી 30વૃક્ષ વાવશે.ઉપસ્થિતિ માનવમેદનીને સંબોધતા જણાવ્યુંકે,અધ્યક્ષ સ્થાનેથી ડો. કુબેર ડીંડોરે જનતાને સંબોધતા,ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલા મુન્શીને યાદ કર્યા,જેમણે 1949થી વન્મોત્સવની ઉજવણી કરેલ જેના ફળરૂપે આપણે 74મોં વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ,આગળ જણાવ્યુકે, ગુજરાતના 33જિલ્લામાં વનમહોત્સવ ઉજવાઈ રહ્યોછે, તેમજ ક્લાઈમેટ ચેન્જમાં વૃક્ષ વાવવા જરૂરીછે.યુવાનોને પર્યાવરણના જતન અને વૃક્ષ વાવવા હાકલ કરી. ને જણાવ્યુકે, વૃક્ષની કિંમત 85લાખછે જયારે આપણે પાંચ હજારમાં કાપી વેચી દઈએ છીએ.જંગ્લોનું નીકનંદન અને પાર્યવર્ણના નુકસાનને કારણે 15વર્ષના બાળકને હૃદયરોગનો હુમલો આવેછે.વગેરે બાબતો જાણવી સર રૂપે જંગલના જતન વૃક્ષ ઉછેરવા હાકલ કરી.ભવ્ય જિલ્લા કક્ષાના વનમહોત્સવમાં ગામના આગેવાનો બુરજુગોગામના સરપંચ જિલ્લા કક્ષાના વનવિભાગના અધિકારીઓ સમગ્ર ફોરેસ્ટ વિભાગ તેમજ ગામના સરપંચ સહીત,તાલુકા પ્રમુખ, અંજુબેન જિલ્લા પ્રમુખ,અલ્પાબેન ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખ મારુતિસિંહજી,વિસ્તારના ધારાસભ્ય,દેવકિશોર સ્વામિ,મામલતદાર, પોલીસ વિભાગ સહીત સહુ ઉપસ્થિત રહ્યા.
જંબુસર જંબુસર તાલુકાના “કલક”ગામે જિલ્લા કક્ષાના 74માં વનમહોત્સવની ઉત્સાહભેર ઊજવણી
Views: 83
Read Time:3 Minute, 6 Second