Read Time:1 Minute, 12 Second
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શુક્રવારઃ- આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ૧૨મી માર્ચે સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીયાત્રા ૨૦મી માર્ચના રોજ ભરૂચ જિલ્લાના કારેલી ગામે આવી પહોંચી હતી. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતની આયુવેદ શાખા ધ્વારા ભરૂચ જિલ્લામાં પસાર થનારી દાંડીયાત્રાના સ્થળો જેવા કે કનકપુરા, કારેલી, અણખી, આમોદ, સમની, સમની, દેરોલ, અંકલેશ્વર,અને માંગરોલ ખાતે તા.૨૦/૩/૨૦૨૧થી તા.૨૮/૩/૨૦૨૧ સુધી આયુવેદ અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ચૈતન્ય શાહને આયુવેદ/ હોમિયોપેથી કેમ્પનું આયોજન સોંપવામાં આવેલ છે તેઓએ એક મુલાકાતમાં જણાવેલ છે કે તા.૨૦/૩/૨૦૨૧ થી તા.૨૫/૦૩/૨૦૨૧ સુધીમાં આયુવેદના ૬૦૦, સંશયવટી -૨૦૦૦, હોમિયોપેથીના-૪૨૧,આર્સેનિકના-૨૦૦૦ અને ઉકાળાના -૨૭૦૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.