મુંબઇના કલ્યાણ વેસ્ટ ખાતે સંતોષી માતા રોડ પર આવેલાં વિકાસ હાઇટ્સમાં રહેતાં અને મોર્ડન રોડ મેકર્સ પ્રા.લી. કંપનીમાં કોન્ટેટી સર્વેયર તરીકે ફરજ બજાવતાં હર્ષ કિરીટ ભાવસારના અમદાવાદ ખાતે રહેતાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોય ગત 20મી એપ્રિલે તેમની પત્ની, બે જુડવા સહિત ત્રણ પુત્રી અને માતા સાથે અમદાવાદ ગયાં હતાં. જે બાદ મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેઓ પરિવાર સાથે મુંબઇ નિકળ્યાં હતાં. તેઓ મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર આમોદના સમની-કારેલા ગામ વચ્ચેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં હર્ષ ભાવસાર તેમની ઇનોવા ચલાવી રહ્યાં હતાં તે વેળાં સવારના પોણા આઠ વાગ્યાના અરસામાં તેમની આગળ ચાલતી એક કાંદા ભરેલી ટ્રકને ઓવરટેક કરવા જતાં કોઇ કારણસર તેમનું જજમેન્ટ નહીં રહેતાં ટ્રકમાં તેમની કાર ભટકાઇ ગઇ હતી. અકસ્માતને પગલે કારમાં બેસેલાં તેમના પરિવારજનોને ઇજાઓ પહોંચી હતી. જોકે, તે પૈકીના તેમના માતાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ તેમજ અન્ય ખાનગી વાહનોમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની માતાનું મૃત્યુ થયું હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે અન્યને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આમોદ: નવા એકસપ્રેસ હાઇવે પર સમની નજીક કાર ટ્રક સાથે અથડાતાં વૃદ્ધાનું મોત, 5 ઘાયલ
Views: 51
Read Time:1 Minute, 56 Second