વાગરા: “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે” : સસ્તુ સોનુ મેળવવાના ચક્કરમાં વડોદરાના ઇસમે પાંચ લાખ ગુમાવ્યા, મુલેર ચોકડી નજીકનો બનાવ

Views: 33
0 0

Read Time:4 Minute, 8 Second

કારા કાચની નંબર વગરની કારમાં આવેલા છ ગઠિયાઓએ ફરિયાદીને મારમારી પાંચ લાખની લૂંટ ચલાવી

વાગરા ખાતે ઠગ ટોળકીમાના એક આરોપીએ ગાડી ઉભી નહિ રાખી હેડ કોન્સ્ટેબલને ટક્કર મારતા પોલીસ ફરિયાદ

સસ્તુ સોનું પ્રાપ્ત કરવાના ચક્કરમાં વડોદરાના ઇસમને પાંચ લાખ ગુમાવવાનો વાળો આવ્યો હતો. ભોગ બનનારે વાગરા પોલીસ મથકે પાંચ ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વાગરા તાલુકાની મુલેર ચોકડી નજીક લૂંટની ઘટના બની હતી.

“લાલચ ત્યાં મોત” ઉક્તિને સાર્થક કરતો કિસ્સો વાગરાના મુલેર ચોકડી નજીક બનવા પામ્યો હતો. જેમાં મૂળ વડોદરાના વાઘોડિયામાં રહેતા રવીન્દ્રકુમારનો સંપર્ક ઠગ ટોળકી સાથે થયો હતો. ઠગ ટોળકીએ સસ્તુ સોનુ આપવાની વાત કરી હતી. જેને લઈ ભોગ બનનાર લાલચમાં આવી સોનુ ખરીદવા તૈયાર થઈ ગયો હતો. ગતરોજ તેને ઠગ ટોળકીએ મોબાઈલ ઉપર લોકેશન મોકલી પાંચ લાખ રૂપિયા લઈ વાગરાની મુલેર ચોકડી પર બોલાવ્યો હતો.જ્યાં બપોરના સમયે કાળા કાચની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર લઈને આવેલા આરોપીઓએ ફરિયાદીને ગાડીમાં બેસાડી આગળ જઇ ગાડી ઉભી રાખી હતી. અને ફરિયાદી રવિન્દ્રકુમારને લાત મારી કારમાંથી નીચે પાડી દઈ મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. અને રોકડ પાંચ લાખ રૂપિયા ભરેલ થેલી ફરિયાદીના હાથમાંથી લૂંટ કરી કાર લઈ નાશી છૂટ્યા હતા. આ અંગે ફરિયાદીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા વાગરા સહિત સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે. અને પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગુનામાં સંડોવાયેલા એક આરોપી ગતરોજ સાંજના સમયે પોતાની બ્રેજા ગાડી નંબર જી.જે સી.એચ ૧૫૫૫ લઈ જતો હતો. એ સમયે વાગરાની ઓરા ચોકડી પર ફરજ પરના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈએ ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો. તેમ છતાં ગાડી ઉભી નહિ રાખી જાણી જોઈને ફરિયાદીને ટક્કર મારી હતી. કારની ટકકરથી પોલીસ કર્મચારીને કમરમાં તથા ઢીંચણના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી બ્રેજા કારના ચાલક સામે હેડ કોન્સ્ટેબલે વાગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. વિશ્વાસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ જવાન મહેશ જમાદારને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી ભાગી ગયેલ આરોપી નાકાબંધી દરમિયાન વડુ પોલીસે ઝડપી વાગરા પોલીસને હવાલે કર્યો હોવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુલેર ચોકડી પર ભૂતકાળમાં પણ સસ્તુ સોનુ મેળવવાના ચક્કરમાં સારા પરિવારના લોકોએ પણ લાખો રૂપિયા ગુમાવ્યાની લોક ચર્ચાએ જોર પકડ્યુ છે. જો કે ઈજ્જત જવાના ડરથી પોલીસ ફરિયાદ નહિ કર્યાની માહિતી સાંપડી રહી છે. સસ્તામાં સોનુ લેવા જતા લાખો રૂપિયા ગુમાવ્યાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બની ચુક્યા છે. તેમ છતાં લાલચી સ્વભાવના લોકો અટકવાનું નામ લેતા નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુકલની અધ્યક્ષતામાં ભાજપ મધ્યથ કાર્યાલય ખાતે ચૂંટણી બેઠકોનો દોર ધમધમ્યો હતો.

Sat Mar 2 , 2024
Spread the love             અબ કી બાર 400 કે પાર, ત્રીજી વખત મોદીજીને પ્રધાનસેવક બનાવવા દેશની જનતા અને ભાજપમાં ઉત્સાહ : ડે. CM રાજેન્દ્ર શુક્લ દેશની જનતા અને ભાજપ કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત પ્રધાનસેવક બનાવવા ઉત્સુક છે. અબ કી બાર 400 ને પાર સાથે મોદીજીના નેતૃત્વમાં નવો રેકોર્ડ બનશે તેમ […]
ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુકલની અધ્યક્ષતામાં ભાજપ મધ્યથ કાર્યાલય ખાતે ચૂંટણી બેઠકોનો દોર ધમધમ્યો હતો.

You May Like

Breaking News

error: Content is protected !!