ભરૂચ એલ.સી.બી. એ મુંબઈના વાસી પોલીસ સ્ટેશન વિસ્તારના બળાત્કારના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો
ભરૂચ જિલ્લા અને તેની બહારના રાજ્યના નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે ભરૂચ એલ.સી.બી. પોલીસ પેટ્રોલિગમાં હતી. મળતી માહીતી અનુસાર એલ.સી.બી. ની ટીમ પેટ્રોલગમાં હતી તે સમય દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સથી મળેલ હકીક્કતને આધારે નવી મુંબઈ વાસી પોલીસ સ્ટેશન મુજબના ગુનામાં વોન્ટેડ આરોપીને દયાદરા ગામેથી ઝડપી પાડી હસ્તગત કરી આગળની વધુ તપાસ કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસમાં સોંપવામાં આવી હતી અને નવી મુંબઈ વસીને પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.પકડાયેલ આરોપી (1) જીગ્નેશ ઉર્ફે લાલો મહેંદભાઈ ભડિયાદરા રહે, ગઢડા, બોટાદ, ગુજરાતને ઝડપી પાડવામાં આવ્યો હતો.