દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ સારોદના એક યુવાનને ગોળી મારી હત્યા કરી, પરિવાર સહિત ગામમાં સોકનો માહોલ

જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતો ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલ ભાઈને ગોળી વાગતા તેનું કરુણ મોત થયું હતું. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોક ની લાગણી જન્મી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે પરંતુ ત્યાં તેમને નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે. અત્રે ઉલ્લેખની આ બાબત છે કે સાહિલભાઈ મુનશી એ રોજાની હાલતમાં હતા અને તેમને પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ચરોતર એજ્યુકેશન સોસાયટી,આણંદ સંચાલિત સિનિયર સિટીઝન ફોરમ આણંદ ખાતે 'ગુજરાતી ગીત ગુંજન'નો કાર્યક્રમ યોજાયો

Sun Mar 31 , 2024
ચરોતર એજ્યુકેશન સોસાયટી,આણંદમાં મંત્રીશ્રી કે.ડી.પટેલની પ્રેરણાથી ચાલતા સિનિયર સિટીઝન ફોરમ,આણંદ ખાતે ડી.એન.હાઇસ્કૂલ કેમ્પસના પ્રાર્થના મંદિર હોલમાં માસના અંતે મળતી સામાન્ય સભામાં ‘ગુજરાતી ગીત ગુંજન’નો કાર્યક્રમ યોજાઈ ગયો. જી.એન.ભાવસાર દ્વારા રજૂ કરાયેલ પ્રાર્થના બાદ પ્રમુખશ્રી મહેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી કરાઓકે ક્લબ બાકરોલના ગાયક કલાકારોનો પરિચય આપી સન્માન કર્યું હતું. અમેરિકા […]

You May Like

Breaking News