અંકલેશ્વર કેશવ પાર્કમાં એક સાથે 2 બાઈકો ચોરી જતા તસ્કરો CCTVમાં કેદ થઇ જવા પામ્યા હતા. આ તસ્કરો રાત્રીના 3:25 વાગ્યાના સમયમાં બાઈકને પગ વડે હડસેલો મારી લઇ જતાં જોવા મળ્યા હતા. આ ઘટના અંગે બાઈક માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરુ કરી હતી.અંકલેશ્વરમાં એક જ રાતમાં ધડફોડ ચોરી અને વાહન ચોર ટોળકીએ ત્રાટકી 2 દુકાન અને બે બાઈકને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્યારે ગત રાત્રીના અંકલેશ્વર પીરામણ રોડ પર આવેલા કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશ મોદી અને પ્રવીણ રાઠોડે પોતાની બાઈક ઘર આગણે લોક કરી પાર્ક કરી હતી. આ બાઇકો વહેલી પરોઢે 3:25 વાગ્યાના અરસામાં તસ્કરો ચોરી કરી લઈ ફરાર થઇ ગયા હતા. જ્યારે લોકો ઘોર નિદ્રામાં હોય ત્યારે 3 તસ્કરો બે બાઇકની ચોરી કરી હતી. તસ્કરો ઘર આંગણેથી બાઈક ચાલુ કર્યા વિના બહાર લઇ આવ્યા હતા. જોકે કોઈને પણ જાણ ન થાય તે રીતે પગથી હડસેલો મારીને ગાડીને લઈ રવાના થયા હતાં. બાઈક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. ઘટના અંગે બંને બાઈક માલિકે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.જ્યારે ચોરીની અન્ય ઘટનામાં કોસમડી ગામમાં આવેલી સરગમ શોપિંગ સેન્ટરમાં ભવ્ય મેડિકલ સ્ટોરને તસકરોએ નિશાન બનાવી દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમાં રહેલા રોકડા રૂપિયાની ચોરી કરી હતી. તસ્કરો એટલેથી ન અટકી નજીકમાં આવેલી કનૈયા ડેરીમાં પણ ત્રાટકી પરચુરણની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે બંન્ને દુકાનદારોએ જીઆઈડીસી પોલીસ સ્ટેશન જાણ કરી પેટ્રોલિંગ વધારવાની માગ કરી છે.
ચોરીની સમગ્ર ઘટના CCTV કેમરામાં કેદ:અંકલેશ્વર કેશવ પાર્કમાં એકસાથે 2 બાઈક ચોરી કરી તસ્કરો પલાયન થયા, જ્યારે 2 દૂકનોને પણ નિશાન બનાવી
Views: 36
Read Time:2 Minute, 25 Second