આમોદના વોર્ડ-6માં આવેલી કાસમાં માટી પુરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડશે
ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ હવે જામી રહ્યો છે ત્યારે ક્યાંક તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પણ પોલ ખુલી રહી છે. તો ક્યાંક લોકો મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ચોમાસુ બેસી જતા વરસાદ ચાલુ પણ થઈ ગયો છે.ત્યારે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર-6માં નુરાની પાર્ક વિસ્તાર આવેલો છે.જેમાં આવેલી કાંસ માટીથી પુરાઈ જવાના કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે.
જે અંગે આ વિસ્તારના સ્થાનિકોએ આમોદ નગર સેવા સદનમાં ઘણી વખતે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.પરંતુ કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાથી સ્થાનિકોએ પાલિકાના મુખ્ય અધિકારી રજુઆત કરી હતી.સ્થાનિકોના પ્રશ્ન સાંભળીને મુખ્ય અધિકારીએ તાત્કાલિક સ્થળનું નીરીક્ષણ કરીને બીજા જ દિવસે જેસીબી મશીન સાથે પહોંચી માટી પુરાયેલી કાંસની સાફ-સફાઈ આરંભી હતી. પાલિકા દ્વારા તાત્કાલિક આવીને કામગિરી શરૂ કરતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.