
રાજયમાં યુવા ભાજપ મોરચા દ્વારા આજરોજ ક્રાંતિકારી દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા ભારતની આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર ક્રાંતિકારીની યાદમાં ક્રાંતિકારી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આગેવાનોએ વિવિધ વિસ્તારોમાં આવેલ ક્રાંતિકારીઓની પ્રતિમાઓની સાફ-સફાઈ કરી તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કકર્ણા, નોટિફાઇડ એરિયા ભાજપના પ્રમુખ,યુવા ભાજપના પ્રમુખ જય તૈરેયા અને નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા,કારોબારી ચેરમેન સંદીપ પટેલ, યુવા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.વાલિયા ભાજપ યુવા મોરચા દ્વારા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડ સ્થિત ડો,બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ગામના ચાર રસ્તા સ્થિત આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાની સાફ-સફાઈ કરી તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી ક્રાંતિકારી દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં યુવા ભાજપા પ્રમુખ પ્રદિપસિંહ ભરથાણીયા,યુવા ભાજપા મહામંત્રીઅમિતકુમાર વસાવા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા,આગેવાન બળવંત વસાવા,હેમંત વસાવા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.