ધક્કા ગાડી : ભરૂચ પાલિકાની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતાં કામદારોને ધક્કા મારવાનો વારો

ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો અધવચ્ચે જ ખોટકાતાં કામદારોએ જાહેર માર્ગ પર ધક્કો મારી ટેમ્પાને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા.ભરૂચ નગર સેવા સદનની ડોર ટુ ડોર સેવા સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે આ સેવાના કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. ડોર ટુ ડોર સેવાનો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન કલેક્ટર કચેરી નજીક અચાનક જ ખોટકાયો હતો. ટેમ્પાના ચાલકે ટેમ્પો ચાલુ કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમાં નિષ્ફળ નિવડતાં આખરે ટેમ્પામાં સવાર મહિલા કામદાર અને ચાલકે ધક્કા લગાવ્યા હતા.જાહેર માર્ગ પર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મળેલી ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં પ્રમુખ અમિત ચાવડાએ ડોર ટુ ડોર સેવા વધુ અસરકારક બનાવવા અનેક જાહેરાત કરી હતી. પરંતુ આ સેવામાં મહત્વના એવા વાહનો જ ખખડધજ હોવાથી સેવા કઈ રીતે સુવ્યવસ્થિત ચાલી શકશે એના પર એક પ્રશ્નાર્થ છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વાગરા વિધાનસભાક્ષેત્રમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા 46.96 કરોડના ખર્ચે 45 માર્ગો બનશે

Sat May 7 , 2022
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની રજૂઆતોને સ્વીકારી કુલ રૂપિયા 131.76 કરોડના રસ્તાઓના નિર્માણ માટે મંજૂરીની મહોર મારી હતી. જેથી હવે વાગરા વિધાનસભા ક્ષેત્રમાં બે રાજ્ય સરકાર હસ્તકના બે માર્ગો ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિવિધ ગામોને જોડતા 45 જેટલા માર્ગોના નિર્માણ આગામી સમયમાં થશે.વાગરા વિધાનસભા ક્ષેત્રના માળખાગત વિકાસ માટે ધારાસભ્ય […]

You May Like

Breaking News