રૂપસુંદરી યુવતીનો મોબાઇલમાં ફોટો બતાવી વિદેશ મોકલવાની લાલચે પૂર્વ આયોજિત કાવતરૂ રચી પોણા 9 લાખની છેતરપિંડીનો ભાંડો ફૂટીયો

Views: 46
0 0

Read Time:6 Minute, 26 Second

વિદેશમાં મોકલવા અને ત્યાંની યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચે છેતરપિંડી..

પાડોશી દંપતી અને દીકરીએ દહેજની એક કંપનીના લેબર કોન્ટ્રાક્ટરને યુ.કેની યુવતીનો ફોટો બનાવી રૂપિયા પડાવ્યા..

મોબાઇલમાં યુવતીનો ફોટો બતાવ્યા બાદ તેના પિતા તરીકે ભેજાબાજ મહિલાએ પતિ સાથે ફોન પર વાત પણ કરાવી..

બોગસ યુવતીનો ફોટો બતાવી છેતરપિંડીનો ભાંડો ફૂટતા મામલો પોલીસ મથકમાં દાખલ..

ભરૂચ

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પાડોશી સંબંધે છેતરપિંડીનો ખેલ ઉભો કર્યો હોવાનો ભાંડો ફૂટ્યો છે જેમાં દહેજની એક કંપનીના લેબર કોન્ટ્રાક્ટરને યુ.કેની ફ્રોડ યુવતીનો ફોટો મોબાઇલમાં બતાવી યુ.કે મોકલવાની સાથે નીકાહ કરાવી આપવાની લાલચે ભોગ બનનાર પાસેથી પોણા 9 લાખ પડાવી લેતા આખરે બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છેભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં મોહંમદ ફૈઝલ મોહંમદ ઐયુબ શેખે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અમારા ઘરની આગળની ગલીમાં રહેતા શહેનાઝ અઝીઝુરહેમાન ગુલામ અકબર કાઝી તથા તેની દિકરી નોહરીન અઝીઝુરહેમાન ગુલામ અકબર કાઝી રહેતા હતા અને અન્ય લોકો સાથે ઝઘડો તકરાર કરતા તેઓએ ઘર છોડી મલેકવાડ ખાતે રહેવા જતા રહ્યા હતા અને તેમની સાથે પારિવારિક સંબંધો ચાલુ થયા હતાગત તારીખ 17/08/2020 ના રોજ બંને માં – દીકરી ફરિયાદીના ઘરે આવ્યા હતા અને બંને માં – દીકરીએ ફરિયાદીની માતા ખાલિદાબાનુની હાજરીમાં ફરિયાદી દિકરાને જણાવેલ કે તારે યુ.કે જવું હોય તો અમારી પાસે એક રસ્તો છે જેથી ફરિયાદીએ પૂછેલ કે યુ.કે કેવી રીતે મોકલશો..? તેમ કહેતા તેઓએ ફરિયાદીને કહેલ કે અમારા ઓળખીતા અસ્લમભાઇ યુ.કે ખાતે રહે છે અને તેમની છોકરી ફરોબાનું છે અને તેઓ યુ.કે ખાતે પી.આર ધરાવે છે જેથી તેની સાથે લગ્ન કરાવી ફરિયાદીને યુ.કે મોકલી આપીશું અને યુ.કે ખાતે જવા માટે વિઝાનો 10 થી 15 લાખનો ખર્ચો થાય તેમ કહી બંને માં – દીકરી જતા રહ્યા હતા અને 3 દિવસ બાદ બંને માં – દીકરી પુનઃ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદીને જણાવ્યું હતું કે યુ.કે જવા માટે શું વિચાર્યું? જેથી ફરિયાદીએ કહેલ કે ખરેખર મને યુ.કેના વિઝા અપાવી દેશો તેમ કહેતા તેઓએ ફરિયાદીને કહેલ અમારા ઉપર વિશ્વાસ રાખો વિઝા માટેના ખર્ચના રૂપિયા આપશો એટલે તમને ચોક્કસ યુ.કે મોકલી આપીશું અને ફરિયાદી પાસેથી ફરિયાદીના મહત્વના દસ્તાવેજ આધારકાર્ડ પાનકાર્ડ ઇલેક્શન કાર્ડ લાઈટ બિલ લિવિંગ સર્ટિફિકેટ જન્મના દાખલાની નકલ તથા 1 લાખ રોકડા મેળવવા શહેનાઝએ પોતાના મોબાઈલમાં એક રૂપસુંદરી છોકરીનો ફોટો બતાવી કહેલ કે આ ફરોબાનુંનો ફોટો છે અને તારે એની સાથે નીકાહ કરવાના છે તેમ કહેતા જ ફરિયાદીએ નીકાહ કરવાની હા પાડી રૂપિયા એકત્ર કરવામાં જોતરાઈ ગયા હતા અને છેલ્લા 3 વર્ષમાં ઓનલાઇન બેંક મારફતે google પે ફોન પે તથા paytm મારફતે તથા રોકડા મળી અંદાજે 8 લાખ 87 હજાર 900 ભેજા બાજોને આપ્યા હતા ભોગ બનનાર ફરિયાદીને મોડે મોડે જાણ થઈ હતી કે યુ.કેમાં આવી કોઈ યુવતી નથી અને આ માં – દીકરી છેતરપિંડી કરવાથી ટેવાયેલી હોય અને અગાઉ પણ ભરૂચના મોટા બજાર ખાતે રહેતી અન્ય એક યુવતીને પણ આફ્રિકા કોંગો ખાતે મોકલવાના બહાને 26,000 પડાવી લીધા હોવાનું સામે આવતા ફરિયાદી છેતરાયા હોવાનું ફલિત થતા પોણા 9 લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છેબોક્સફરોબાનુંનો ફોટો બતાવી તેના પિતા તરીકે ભેજા બાજ મહિલાએ પોતાના પતિ સાથે ફોન પર વાત કરાવી ખેલ ખેલ્યો હતો..

કહેવાય છે ને કે યુ.કે જવાના સપનામાં અનેક લોકો છેતરતા હોય છે બસ આવો જ એક ખેલ પાડોશીએ પાડી દીધો છે જેમાં માં – દીકરીએ એક ફરોબાનું નામની બોગસ યુવતીનો ફોટો બતાવી ફરિયાદીને યુ.કે મોકલી તેના લગ્ન કરાવવાની લાલચ આપી સાથે બોગસ ફરોબાનુના પિતા તરીકે ભેજાબાજ મહિલાએ પોતાના જ પતિને બોગસ યુવતીના પિતા તરીકે ઉભા કરી ફરિયાદી સાથે ફોન પણ વાત કરાવી તેના બેન્ક એકાઉન્ટમાં પણ રૂપિયા મોકલ્યા હોવાનો ભાંડો ફૂટતા આખરે માં – દીકરી સાથે બોગસ પિતા તરીકે ઉભા કરેલા ભેજાબાજ સામે પણ ફરિયાદ નોંધાઈ ગઈ છે

કેવી રીતે છેતરપિંડીનો ખેલ એક જ પરિવારે ખેલ્યો..?

(1) (પત્ની) શહેનાઝ અઝીઝુ રહેમાન ગુલામ અકબર કાઝી રહે જીન્નત બંગલોઝ કંથારીયા રોડ ભરૂચ(2) (પતિ) રાજન નવાજ અલી ખોજા રહે હનુમાન ફળિયા મંદિર મુન્દ્રા કચ્છ પશ્ચિમ ભુજ(3) (દિકરી) નોહરીન અઝીઝુ રહેમાન ગુલામ અકબર કાઝી રહે જીન્નત બંગ્લોઝ કંથારીયા રોડ ભરૂચ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરના અવાદર ગામ નજીક ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠલવતા ત્રણ ઈસમો ઝડપાયા; GPCBએ કેમિકલ વેસ્ટના નમુના લઈ તપાસ અર્થે મોકલ્યા

Sat Aug 12 , 2023
Spread the love             કેમિકલ વેસ્ટ ઠલવતા આરોપીઓ ઝડપાયા: અંકલેશ્વરના અવાદર ગામ નજીક માર્ગની બાજુમાં આવેલી ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવાનું કૃત્ય પ્રકાશમાં આવ્યું હતું. ભરૂચ એલસીબી પોલીસની ટીમે ટેન્કર સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે જીપીસીબીની ટીમે વેસ્ટના નમૂના લઇ પૃથકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.ભરૂચ એલસીબીની ટીમ આજ રોજ અંકલેશ્વર […]

You May Like

Breaking News

error: Content is protected !!